તેલ કંપનીઓએ ભાવ ઘટાડયા: ઘરેલુ સીલીન્ડરમાં કોઈ બદલાવ નહીં
લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેવા સમયે રાંધણગેસના ભાવમાં રાહત જાહેર કરવામાં આવી છે. કોમર્સીયલ રાંધણગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.19નો ઘટાડો કરવામાં આવ્યો છે. સબસીડીયુક્ત ઘરેલુ ગેસ સીલીન્ડરના ભાવમાં કોઈ બદલાવ નથી.
- Advertisement -
દેશભરમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે સતત બીજા મહિને રાંધણગેસમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સીલીન્ડરમાં રૂા.19નો ભાવઘટાડો જાહેર કરવામાં આવ્યો છે જયારે ઘરેલુ એલપીજી સીલીન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.
કોમર્શીયલ એલપીજી સીલીન્ડરની કિંમત પાટનગર દિલ્હીમાં 1764.50થી ઘટીને 1745.50 થઈ છે. કોલકતામાં ભાવ 1879થી ઘટીને 1859 થયો છે. મુંબઈમાં 1717.50નો ભાવ ઘટીને 1698 તથા ચેન્નઈમાં 1911 થયો છે.
ઘરેલુ એલપીજી સીલીન્ડરની કિંમત 803 પર યથાવત રાખવામાં આવી છે. આ પુર્વે ફેબ્રુઆરીમાં મહિલા દિવસ નિમિતે તેમાં રૂા.14નો ઘટાડો કરાયો હતો. ઉજજવલા યોજના હેઠળ તે રૂા.603માં અપાય છે.