દત્ત અને દાતારના પહાડો પર 44 ડિગ્રી તાપમાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
- Advertisement -
જૂનાગઢ સહીત સોરઠ વિસ્તરામાં એપ્રિલ મહિનામાં ગરમી તેનો પ્રકોપ બતાવી રહી છે ત્યારે કાળા માથાનો માનવી અકળાઈ ઉઠ્યો છે જેમાં જૂનાગઢ શહેરમાં પડતી ગરમી કરતા વધુ ત્રણ ચાર ડિગ્રી ગરમી ગીરનાર અને દાતારના પહાડો પર જોવા મળે છે અને દત્ત – દાતારના પહાડોના કાળમીંઢ પાણો ઓગાળવી નાખે તેવી 44 ડિગ્રી સુધી ગરમી પડી રહી છે ત્યારે બપોરના 1 વગ્યા પછી સાંજ સુધી શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને ત્યારે લોકો પણ ભારે ગરમીથી બચવા અને ઠંડકનો સહારો લેવા એસી, કુલર અને ફ્રીઝ લેવાલીમાં માંગ વધી છે.
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે હાલમાં શરુ થયેલા ઉનાળાના તાપ અને ગરમીથી રક્ષણ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા વન્યપ્રાણીઓને વિવિધ ઉપાયો દ્વારા ગરમીથી રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ખાસ કરીને આ ઉચ્ચ તાપમાન વાળી ઋતુ દરમ્યાન તમામ પ્રાણીઓ માટે પુરતા પ્રમાણમાં જરૂરી તથા ગુણવત્તા સભર ખોરાક અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે તેની સાથે સક્કરબાગ ઝૂ માં વસતા વન્ય પ્રાણી માટે ખાસ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.અને પ્રાણીઓએ ઠંડક મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના ખોરાક અને શરીરને પુરતા પ્રમાણમાં પાણી અને પુરતા પોષકતત્વો જે ઉનાળાની ઋતુ માટે જરૂરી હોય એ સક્કરબાગના વેટરનરી ડોકટરો દ્વારા તે મુજબના એમના ખોરાક એટલેકે ” જીળળયિ જયફતજ્ઞક્ષ ઉશયિં “નું પાલન કરવામાં આવે છે. આ ઉપરાંત વન્ય પ્રાણીઓને ઓ.આર.એસ. સપ્લીમેન્ટસ તથા બરફ અને ફ્રોઝન ફ્રુટ ક્યુબ આપવામાં આવેલ છે. એજ રીતે ઝૂ બાયોલોજીસ્ટ અને તેમની સાથે ફોરેસ્ટ સ્ટાફ સાથે રહીને એમના માટે “જયફતજ્ઞક્ષફહ ઊક્ષશિભવળયક્ષિ”ં જેમાં પાંજરાની અંદર પ્રાણીના વર્તન અને મૂળભૂત રહેણાંકને ધ્યાનમાં લયને એમના પાંજરામાં ઠંડક અને તાપમાન એમના શરીરને અનુકુળ રહે તે રીતે સીઝનલ એનરીચમેન્ટથી અનુકુળ વાતાવરણ પૂરું પાડે છે. જેમાં પ્રાણી અને પક્ષીઓને વોટર સ્પ્રીંકલર ની વ્યવસ્થા તથા આર્ટીફીસીયલ નેસ્ટ તથા તમામ એન્ક્લોઝરમાં કુદરતી ઠંડક મળે તેવું વાતાવરણ, શેડ, મડ પોન્ડ અને ડાઇટ માં ફેરફાર કરી પ્રાણી તથા પક્ષીઓને ડીહાઈડ્રેશન ન થાય તેની પૂરી તકેદારી લેવામાં આવે છે , જેના લીધે તેમના શારીરિક અને માનસિક વર્તનમાં ફાયદો રહે છે.
- Advertisement -
જૂનાગઢ સક્કરબાગ ઝુના નિયામક અક્ષય જોશીનાં સીધા માર્ગદર્શન હેઠળ ક્યુરેટર, વેટરનરી ડોક્ટર, ઝૂ બાયોલોજીસ્ટ, પેરા મેડીકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા વન્યપ્રાણીઓનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી તથા ગુજરાત વન વિભાગ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન્સ નો ઉપયોગ કરી વન્યપ્રાણી અને પક્ષીની સાર સંભાળ લેવામાં આવેલ છે. તમામ વન્યપ્રાણીઓનું સતત સી.સી.ટી.વી. કેમરાથી હેલ્થ મોનીટરીંગ કરવામાં આવે છે.