વક્તા પૂ. શાસ્ત્રી રાજેશભાઈ ત્રિવેદી કથાનું સંગીતમય રસપાન કરાવશે
કપિલજન્મ, નૃસિંહ જન્મ, વામનજન્મ, રામજન્મ, કૃષ્ણ નંદ મહોત્સવ, રુક્ષ્મણી વિવાહ, ગોવર્ધન મહિમા, અન્નકૂટ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે સમસ્ત મહિલા મંડળ દ્વારા ચૈત્ર માસ દરમિયાન સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથા પ્રારંભ ચૈત્ર સુદ 11 ને તા. 19-4 ને શુકવારે, કથા વિરામ ચૈત્ર વદ- 1 તા. 25-4 ને ગુરુવારના થશે. વ્યાસપીઠ પર બિરાજમાન કથાવક્તા રાજેશભાઈ ત્રિવેદી (થોરીયાળીવાળા મો. 9726610348) સંગીતમય કથાનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ બપોરે 3થી 6 કલાક રહેશે. કથા સ્થળ શ્રી સત્યેશ્ર્વર મહાદેવ મંદિર, શાસ્ત્રીનગર મેઈન રોડ, ફાયરબ્રીગેડ સ્ટેશનની બાજુની શેરી, ગાંધીગ્રામ રાજકોટ.
- Advertisement -
ભાગવત સપ્તાહમાં આવતા પ્રસંગો પોથીયાત્રા તથા કથા પ્રારંભ તા. 19 શુક્રવાર કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય, તા. 20 શનિવાર વામનજન્મ, રામજન્મ, તા. 21 રવિવાર કૃષ્ણજન્મ નંદ મહોત્સવ, તા. 22 સોમવાર ગોવર્ધન મહિમા તથા અન્નકૂટ તા. 23 મંગળવાર, રુક્ષ્મણી વિવાહ તા. 24 બુધવાર, સુદામાચરિત્ર તથા કથા વિરામ તા. 25 ને ગુરુવારના રોજ થશે. સર્વે ભક્તોને તથા દરેક પરિવારજનોને કથામાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.