મંદિર તોડી પાડીને કોમર્શિયલ કોમ્પ્લેક્ષનું બાંધકામ શરૂ કરી દેવાયુ
પાકિસ્તાન, અફઘાનીસ્તાન બોર્ડર પર આવેલા ઐતિહાસિક હિન્દુ મંદિરનું ડિમોલીશન કરીને કોમર્શિયલ કોમ્પ્લેક્ષનું નિર્માણ શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. ખાઈબર પખ્તુન્ખવા પ્રાંતમાં સ્થિત આ મંદિરના સંચાલકો 1947માં વિભાજન વખતે ભારત હિજરત કરી જતા મંદિરને તાળુ મારી દેવામાં આવ્યુ હતું.
- Advertisement -
ખાઈબર મંદિરના નામે ઓળખાતા આ ઐતિહાસિક ધર્મસ્થાનકની ઈંટો વારાફરતી કાઢી નાખવામાં આવતી હતી અને હવે સંપૂર્ણ ધરાશાયી કરી દેવામાં આવ્યુ છે. છેલ્લા 10-15 દિવસથી નવા કોમ્પ્લેક્ષનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પાકનાં સતાવાર સૂત્રોએ કહ્યું કે આ સ્થળે મંદિર હોવાનો કોઈ રેકર્ડ નથી અને નવુ બાંધકામ કાયદા મુજબ જ થઈ રહ્યું છે.
સ્થાનિક લોકોનો એવો દાવો છે કે બોર્ડર સ્થળે ઐતિહાસિક હિન્દુ મંદિર હતું. મંદિરનું સંચાલન કરતો પરિવાર 1947ના ભાગલા વખતે ભારત હિજરત કરી ગયો હતો ત્યારથી મંદિર બંધ હતું. ભારતમાં 1992માં બાબરી ધ્વંશ વખતે કટ્ટરવાદીઓએ આ મંદિરને નિશાન બનાવીને નુકશાન કર્યુ હતું.
પાકિસ્તાન હિન્દુ મંદિર મેનેજમેન્ટ કમીટીના હારૂન સરબદયાલે કહ્યું કે ઐતિહાસિક મંદિરોની જાળવણીનું કામ પાક સરકારનું છે. આ ધર્મસ્થાનોનું રક્ષણ 2016ના કાયદા હેઠળ કરવુ પડે છે. પાક તંત્ર દ્વારા કોઈ રેકર્ડ ચકાસાયા વિના જ હિન્દુ મંદિર હોવાનો દાવો નકારવામાં આવ્યો છે.