રૂપાલાના વિરોધ વચ્ચે રાજકોટના રાજવી માંધાતા સિંહે તોડ્યું મૌન
શબ્દપ્રયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ: માંધાતાસિંહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં નિવેદન બાદ હાલ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ અમુક ગામો તેમજ સોસાયટીઓમાં ભાજપનાં લોકોને પ્રવેશબંધી ફરમાવતા બેનર પણ લાગ્યા છે. ત્યારે આ બાબતે રાજકોટનાં રાજવી માંધાતાસિંહે મૌન તોડ્યું છે. આ બાબતે રાજકોટનાં માંધાતાસિંહે આ બાબતે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખી સમાધાન કરવાની વાત કરી છે. રૂપાલાએ સેમડા ગામમાં ફરી માફી માંગી લીધી છે. સી.આર.પાટીલે પણ માફી માટે અપીલ કરી છે. સમાજે ઉદાર દિલ રાખી રૂપાલાને માપી આપી દેવી જોઈએ.
ત્યારે પરશોત્તમ રૂપાલાનાં નિવેદનને લઈને પણ માંધાતાસિંહે પ્રતિક્રિયા આપી હતી કે, લોકશાહીનાં શાસકોમાં સંવેદનશીલતા નથી. રાજા ફક્ત યોદ્ધા ન હતો. પ્રજાનું દુ:ખ નીહાળે તેવા હતા. શબ્દપ્રયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. કોઈ પણ સમાજ માટે ટિપ્પણી કરવી યોગ્ય નથી.