દુકાન પાસે કેમ પરપ્રાંતિયોને ભેગા કરો છો કહી, પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
શહેરના જુના મોરબી રોડ પર ગણેશ નગરમાં રહેતાં યોગેશભાઈ હરજીવનભાઇ મકવાણા ઉ.43એ ઇબ્રાહિમ ઉર્ફે ઈભલો કરીમ, ફિરોજ કરીમ તેમજ અન્ય બે શખ્સોના સામે બી ડિવિઝન પોલીસમાં હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ શાપરમાં આવેલ આઈ.ડી.બી.આઈ. બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ઘરની નીચે તેના બાપુજી દરજીની દુકાન અને માતૃ કરીયાણાની દુકાન ચલાવે છે ગત રાત્રે ઘરે હતો ત્યારે દુકાન પાસે ઝગડાનો અવાજ આવતા નીચે જતા તેમના બા-બાપુજી સાથે ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો માથાકુટ કરતો હતો જેથી તેને શું માથાકુટ છે તેમ પૂછતાં તમારી દુકાન પાસે પરપ્રાંતીય લોકોને કેમ બેસાડો છો જેથી તેમને કહેલ કે, તેઓ અમારા ગ્રાહક છે જેથી બેઠા હોય છે તેમ કહેતા ઇભલો ઉશ્કેરાઈ જઈ ગાળો દઈ બા વચ્ચે પડતા ઇભલાએ તેને બે ત્રણ ફડાકા ઝીંકી દિધેલ હતા દરમિયાન ઇભલો દોડીને ઘરે જઈ તલવાર સાથે ઘસી આવેલ અને તેની સાથે તેનો ભાઇ ફિરોજ ધોકો લઇને આવેલ અને ફિરોજે ઇભલાના હાથમાથી તલવાર લઇ તલવાર વડે માથામા બે ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ થઇ ગયા હતાં.
ઇજાગ્રસ્તના બાપુજી વચ્ચે પડતા તેને પણ ઈભલાએ ધોકાથી ફટકારતાં હાથ-પગમાં ઇજા પહોંચી હતી. તેમજ અન્ય બે અજાણ્યાં શખ્સોએ લાકડી લઇ ઘસી આવેલ અને તેઓએ ફરિયાદી તથા તેના બાપુજીને ઢોર માર માર્યો હતો. તેમજ ઈભલો બોલતો હતો કે, આજે આમને પુરા કરી નાખવા છે કહી ગાળો બોલતો નાસી છૂટ્યો હતો બી. ડિવિઝન પીઆઇ એસ એમ જાડેજા સહિતે ગુનો નોંધી કુખ્યાત ઇભલા આણી ટોળકીની શોધખોળ હાથ ધરી છે અત્રે ઉલલખનીય છે કે કુખ્યાત ઈભલો હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, રાયોટિંગ, દારૂ, જુગાર સહિત 50થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.