ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.04
ગીર સોમનાથમાં શ્રી ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર સોમનાથ દ્વારા તા.06 એપ્રિલ ને શનિવારના રોજ સ્વ.શ્રી વલ્લભ બાપાના સ્મરણાર્થે આયોજિત નેત્રયજ્ઞ સવારે 7 થી 11 વાગ્યા સુધી શ્રી શિવાનંદ મિશન વીરનગર ડોક્ટર દ્વારા ઓપીડી તપાસવામાં આવશે તેમાંથી જરૂરીયાત મંદ દર્દીને ઓપરેશનમાં જમ્યા પછી તરત જ બસમાં લઈ જવામાં આવશે વીર નગર ખાતે ઓપરેશન કરી આપવામાં આવશે ઓપરેશન કર્યા પછી બધા દર્દી પરત પ્રભાસ પાટણ ખાતે મૂકી જવામાં આવશે દર્દી તથા સગાને ચા પાણી જમવાનું સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે જે દર્દીને નામ લખાવાનું હોય તે વહેલા તે પહેલાના ધોરણે નામ લખવાનું રહેશે નામ લખાવાનું સ્થળ પ.પૂ.શ્રી ડોંગરેજ મહારાજ અન્નક્ષેત્ર સોમનાથ પ્રભાસ પાટણ કોન્ટેક નંબર 8320600461 વધુ માહિતી માટે કાનજીભાઈ દોરીયાના મોં. 9227630446 સંપર્ક કરવાનો રેહશે તેમ આયોજકો દ્વારા જણાવ્યું છે.