માણાવદર પંથકમાં આરોગ્ય તંત્રની વધુ એક બેદરકારીનો નમુનો
ભાલેચડા ડેમમાંથી એક વર્ષ પહેલા લાખો રૂપિયાની દવાનો જથ્થો મળ્યો તેની સામે કોઈ કાર્યવાહી નથી થઈ ત્યાં વધુ એક બેદરકારી સામે આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.01
માણાવદરના કોયલાણા – કોઠડી માર્ગના રસ્તાની સાઇડમાં સરકારી બાયો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળ્યા છે. જેમાં દવાની શીશીઓ, સીરીઝ ઇન્જેક્શન જેવી બાયોમેડિકલ વેસ્ટની વસ્તુ જોવા મળે છે. પરંતુ આવી રીતે બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખવાની મનાઈ હોય છે. ત્યારે આરોગ્યતંત્ર દ્વારા તપાસ થાય અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે માણાવદરના ભાલેચડા ડેમ ખાતેથી એક વર્ષ પહેલા લાખો રૂપિયાની સરકારી દવાઓ મળી આવી હતી જે હજુ સુધી કોઈ સામે પગલાં લેવાયા નથી ત્યાં પંથકમાં વધુ એકવાર નમૂનો સામે આવ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ જથ્થો છે તે ગુજરાત સરકાર લખેલી છે માટે સરકારી જ છે.