ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
ગઈકાલે 11 પોરબંદર લોકસભા ઉમેદવાર શ્રી ડો. મનસુખ માંડવિયા પોરબંદર અને કુતિયાણા વિધાનસભાના પ્રવાસે હોય કુતિયાણા ખાતે સહકારી આગેવાનો સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં કુતિયાણા તથા આજુબાજુના વિસ્તારોમાંથી વધુમાં વધુ મતદાન કરવા જણાવ્યું હતું જ્યારે સહકારી આગેવાનોએ મનસુખભાઈ માંડવિયા તરફી જંગી મતદાન કરવાની ખાતરી આપી હતી.જે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, જિલ્લા પ્રભારી પ્રદીપ ખીમાણી,પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.



