2004 માં મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક પરથી કોંગ્રસમાંથી ચૂંટણી લડ્યા હતા, ભાજપના રામ નાયકને હરાવ્યા હતા: 2008માં રાજકારણ છોડ્યું, હવે 14 વર્ષ બાદ ફરી ઝંપલાવ્યું
બોલીવુડ અભિનેતા ગોવિંદા એકનાથ શિંદે જૂથની રાજકીય પાર્ટી શિવ સેનામાં જોડાયા હતા. તે મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ પેહલા 2004 માં કોંગ્રેસમાંથી તેઓ મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક પરથી ઉમેદવાર બન્યા હતા અને ભાજપના સિનિયર નેતા રામ નાયકને હરાવ્યા હતા.
- Advertisement -
ગોવિંદાની પ્રતિક્રિયા
ગુરુવારે સાંજે પાંચ વાગ્યે શિવસેનામાં જોડાયા બાદ ગોવિંદાએ કહ્યું- હું 2004થી 2009 સુધી રાજકારણમાં હતો. આ એક યોગાનુયોગ છે કે 14 વર્ષ પછી હું ફરી રાજકારણમાં આવ્યો છું. મારા પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે હું પૂર્ણપણે નિભાવીશ.
શિવ સેના વિ. શિવ સેના નો જંગ
શિવસેના મુંબઈની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટ પરથી ગોવિંદાને ટિકિટ આપી શકે છે. અહીંથી ઉદ્ધવ જૂથની શિવસેનાએ અમોલ કીર્તિકરને ઉમેદવાર બનાવ્યા છે. ગોવિંદાએ 27 માર્ચે પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે મુલાકાત કરી હતી. ત્યારથી તેમની ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી હતી.
2004 માં ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા
આ પહેલીવાર નથી જ્યારે ગોવિંદા લોકસભાની ચૂંટણી લડશે. અગાઉ 2004માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર પશ્ચિમથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. તેમણે ભાજપના રામ નાઈકને 48,271 મતોથી હરાવ્યા હતા. ગોવિંદા 2004થી 2009 સુધી સાંસદ રહ્યા હતા. જોકે બાદમાં તેને રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી.
- Advertisement -