પશુપાલકો રાજસ્થાનથી આવ્યાં હતાં, પાણી પીધા બાદ ઘેટાના નાકમાંથી લોહી નીકળવા માંડયું હતું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં અરેરાટી ફેલાય તેવો વીડિયો સામે આવ્યો છે. એક ખેતરમા લગભગ 100 જેટલા ઘેટા મૃત્યું પામેલા જોવા મળ્યાં હતાં, કેટલાકને નાકમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું હતું. આ તમામ ઘેટાના મોત ખુલ્લી ટાંકીમાંથી પાણી પીધા પછી થયા હતાં. મોટી સંખ્યામાં ઘેટાના મોતને પગલે આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ બનાવ નાહરગઢ પોલીસ સ્ટેશન હેઠળના કોટડા બહાદુર ગામમાં બન્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર ખુલ્લી ટાંકીમાંથી પાણી પીધા બાદ અચાનક તમામ ઘેટાઓ નીચે પડી ગયા હતા અને તેમના મોત નિપજ્યાં હતાં.આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેઓએ પાણીનો નમુનો એકત્રીત કર્યો છે, તેમજ ઘેટાનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોલીસે ઘેટાના માલિકની પુછપરછ કરી છે.
મંગળવારે મોડી સાંજે રાજસ્થાનના જાલોર જિલ્લાના કેટલાક પશુપાલકો પોતાના ઘેટાને લઇને મધ્યપ્રદેશના માલવા વિસ્તારમાં પહોચ્યાં હતાં. મંદસૌર જિલ્લાના કોટડા બહાદુર ગામમાં ઘેટાએ ખુલ્લી ટાંકીમાંથી પાણી પીધુ હતું ત્યાર બાદ તેઓ બેશુધ્ધ થવા લાગ્યા હતાં. થોડી વારમાં બધા ઘેટા ટપોટપ જમીન પર પડવા લાગ્યા હતાં. કેટલાક ઘેટાના પેટ ફુલી ગયાનું જોવા મળ્યું હતું.
- Advertisement -
બુધવારે ખેતરમાં 100 જેટલા મૃત હાલતમા પડેલા ઘેટાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગઇકાલે ઘેટાના બમૃત્યુંની જાણકારી મળી હતી.પોલીસે ધટના સ્થળે જઇને પંચનામુ કર્યું હતું. વેટરનરી ડોકટરો પાસે મૃત્યું પામેલા ઘેટાનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેસીબી બોલાવીને મોટો ખાડો તૈયાર કરાવીને તમામ ઘેટાને દફનાવવામાં આવ્યાં છે.પાણીનું સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. પોલીસ આ બનાવની વધુ તપાસ કરી રહી છે.