વ્હૉટ્સઍપમાં આપેલી પહોંચ નકલી નીકળતા નોંધાવી પોલીસ ફરિયાદ, કારખાનેદારને મનપા કર્મચારીની ઓળખ આપી 77 હજાર પડાવી લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
- Advertisement -
શહેરના શ્રદ્ધાનગરમાં રહેતા અરવિંદભાઈ ગોરધનભાઈ મોલીયાએ ફોન નંબર ધારક સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તા. 20-2ના રોજ તેના અટીકામાં આવેલા રાજહંસ ઈન્ડસ્ટ્રીઝ નામના ઘરઘંટી બનાવવાના કારખાનેથી માલ લેવા જતા હતા ત્યારે ફોન આવેલ અને સામે મહાનગર પાલીકામાંથી બોલુ છુ અને તમારો રૂ.1.પ6 લાખ વેરાના ભરવાના બાકી છે. જેથી તમારા કારખાને કામ કરનાર અને બાજુમાં કારખાનુ ચલાવતા તેના ભાઈ મુકેશભાઈ આવી ગયા હોય અને તેને આગલા વર્ષે રૂ.62 હજાર ભરી દિધા હતા જેથી હવે રૂ.80 હજાર વેરો બાકી હોવાનુ જણાવતા તેની પાસે આટલા પૈસા હાલમાં છે નહી તેમ કહેતા તેને પૈસા આપવા પડશે નહીતર તમારૂ કારખાનુ શીલ કરવુ પડશે તેમ કહેતા મને સાહેબએ મોકલ્યો છે.
અને તમને વેરાની પાકી પહોચ પણ આપી દેશુ તેમ કહ્યુ હતુ જેથી વેપારીએ વેરો ઓફીસે ભરી દેશુ તેમ કહેતા તેને વેરો અહીંજ ભરવો પડશે અને અત્યારે વેરાની સ્કીમ હોય અને તમને ફાયદો થઈ જશે તેમ કહેતા તેને વિચાર કરી ફોન કરવાનુ કહેતા તે ત્યાથી જતો રહેલ હતો. ત્યાર બાદ બીજા દિવસે સવારે વેપારીને ફોન આવેલ અને આર. એમ.સી.માંથી વેરા વાળા ભાઈ બોલુ છુ અને તમારા કારખાને આવ્યો છુ. જેથી તે કારખાને ગયા અને તેના મોબાઈલમાં અગાઉ ભરેલ વેરા પહોચ હોય તેને બતાવી અને રૂ.72 હજાર વેરો ભરવાનો જોવા મળેલ અને તમારે 80 હજાર ભરવાના હોય તમારે રૂ.77 હજાર અત્યારે ભરવા પડશે જેથી તેને રોકડા રૂપીયા આપતા તેને વેરો ભરાઈ ગયાની પહોચ વોટસએપ કરી હતી અને હમણા સાહેબ સાથે આવી તમારી જમીનની માપણી કરવાની છે સાહેબ સાથે આવુ કહી ગયા બાદ નહી આવતા તેને ફોન કરતા ફોન પણ બંધ હોય જેથી શંકા જતા તેને મોબાઈલમાંથી પ્રિન્ટ કાઢી આર. એમ.સી. ઓફીસમાં જઈ તપાસ કરતા તે પહોચ ખોટી હોવાનુ અને તેનો કોઈ કર્મચારી વેરો ઉધરાવવા ગયા નહી હોવાનુ જાણવા મળતા પીએસઆઈ વસાવા સહીતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી હતી.