ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ વંથલી માર્કેટીંગ યાર્ડમાં ભાજપની મીટીંગ મળી હતી ત્યારે આ મિટીંગમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે હવે ભાજપ દ્વારા પોરબંદર બેઠકના ઉમેદવાર લલીત વસોયાના સમર્થનમાં વંથલીમાં એક મિટીંગ મળી હતી. આ કાર્યક્રમમાં આચાસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચને ભાજપ દ્વારા કરવામાં આવી છે.
- Advertisement -
ગત તા.19 માર્ચના પોરબંદર લોકસભાના ઉમેદવાર લલીત વસોયાના સમર્થનમાં યોજાયેલ એક કાર્યક્રમમાં આચારસંહિતા ભંગ કરવામાં આવી હોવાની ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ વંથલી તાલુકાના ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ અને ભાજપ મહામંત્રી રમેશભાઇ ડાંગર દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે જેમાં તેને વંથલી ખાતે મુખ્ય બજારમાં મંજુરી વગર સરઘસ કાઢી વંથલીના સખર ભવન ખાતે વિશાળ જનમેદની ભેગી કરી સભા કરી હતી. જેમાં મંજૂરી વગર માઇક સિસ્ટમથી સંબોધન કરેલ અને ઉપરના માળે જમણવારનું આયોજન કરેલ હતુ. જેમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ કરેલ છે ત્યારે આયોજક સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.