પુષ્પક વિમાન એક SUV કદના પાંખવાળું રોકેટ છે, જેને ‘સ્વદેશી સ્પેસ શટલ’ પણ કહેવામાં આવે છે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શુક્રવારે (22 માર્ચ) સવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં ‘પુષ્પક’ વિમાન સફળતાપૂર્વક લેન્ડ કર્યું. વાત જાણે એમ છે કે, ISROએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પુષ્પક વિમાન એક SUV કદના પાંખવાળું રોકેટ છે, જેને ‘સ્વદેશી સ્પેસ શટલ’ પણ કહેવામાં આવે છે.
- Advertisement -
ISROએ કહ્યું કે, RLV LEX-02 લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR)માં સવારે 7.10 વાગ્યે કરવામાં આવ્યું હતું. વિન્ગ્ડ પુષ્પક (RLV-TD) નજીવી ઉંચાઈથી પ્રક્ષેપિત થયા બાદ સફળતાપૂર્વક ચોકસાઈ સાથે રનવે પર ઉતર્યું. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આ રોકેટને આકાશમાંથી છોડવામાં આવ્યું હતું.
ISRO has achieved a major milestone in the area of Reusable launch vehicle (RLV) technology, through the RLV LEX-02 landing experiment, the second of the series, conducted at Aeronautical Test Range (ATR), Chitradurga in Karnataka this morning at 7:10 am. Pushpak (RLV-TD), the… pic.twitter.com/HyCIbXZPwO
— ANI (@ANI) March 22, 2024
- Advertisement -
પુષ્પક રોકેટનું કેટલી વાર કરવામાં આવ્યું હતું પરીક્ષણ ?
પુષ્પક રોકેટની આ ત્રીજી ઉડાન હતી. પુષ્પક રોકેટનું પ્રથમ વખત 2016માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે તેને બંગાળની ખાડીમાં વર્ચ્યુઅલ રનવે પર લેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે તે ફરીથી સંપૂર્ણપણે ડૂબી ગયું અને ક્યારેય પુનઃપ્રાપ્ત થયું નહીં. બીજું પરીક્ષણ 2023માં થયું હતું જ્યારે તેને લેન્ડિંગ માટે ચિનૂક હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવ્યું હતું. ISRO સતત આ રોકેટનું પરીક્ષણ કરી રહ્યું છે જેથી પડકારજનક સ્થિતિમાં તેની ક્ષમતાનું પરીક્ષણ કરી શકાય.
પુષ્પક રોકેટ તૈયાર કરવાનું કામ ક્યારે થયું હતું શરૂ ?
પુષ્પકને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં ઘણા વર્ષો લાગશે. રોકેટને રામાયણમાં ઉલ્લેખિત પુષ્પક વિમાન પરથી પુષ્પક નામ મળ્યું. પુષ્પક વિમાન ધનના દેવતા કુબેરનું વાહન હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું હતું કે, પુષ્પક પ્રક્ષેપણ વાહન એ ભારતના અવકાશ મિશનને આર્થિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ સ્પેસ શટલને તૈયાર કરવાનું કામ 10 વર્ષ પહેલા શરૂ થયું હતું. એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની ટીમે આના પર રાત-દિવસ કામ કર્યું છે.
RLV-LEX-02 Experiment:
🇮🇳ISRO nails it again!🎯
Pushpak (RLV-TD), the winged vehicle, landed autonomously with precision on the runway after being released from an off-nominal position.
🚁@IAF_MCC pic.twitter.com/IHNoSOUdRx
— ISRO (@isro) March 22, 2024
ઈસરોની મોટી સિદ્ધિ
ઈસરોએ સવારે 7 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં આવેલી એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે આયોજિત આ લેન્ડિંગ પરીક્ષણને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. તેને રિયુઝેબલ લોન્ચ વ્હિકલ વડે લોન્ચ કરાયું હતું જે એક મોટી સિદ્ધિ મનાઈ રહી છે.
શું છે આ પુષ્પક વિમાનની વિશેષતા…
પુષ્પક ફરી ઉપયોગમાં લઈ શકાય તેવું લોન્ચિંગ એરક્રાફ્ટ છે. તે પંખાની પાંખાડીઓ ધરાવતા વિમાન જેવું છે. 6.5 મીટરની લંબાઈ ધરાવતા આ વિમાનનું વજન 1.75 ટન છે.આજે આ એરક્રાફ્ટની રોબોટિક લેન્ડિંગ ક્ષમતાનું વધુ જટિલ પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.તે અંતરિક્ષ સુધી પહોંચવાને પોષાય તેવું બનાવવામાં મદદરૂપ સાબિત થશે.તે એક રિયુઝેબલ લોન્ચિંગ વ્હિકલ છે જેનો ઉપયોગનો ભાગ મોંઘા ઉપકરણોથી લેસ છે. તેને પૃથ્વી પર પાછું લાવી રિયુઝેબલ બનાવાય છે જેનાથી તે પોષાય તેવું સાબિત થાય છે.તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અંતરિક્ષમાં કાટમાળમાં ઘટાડો કરશે. તે પછીથી અંતરિક્ષમાં કોઈ ઉપગ્રહને રિફ્યુઅલ કરવામાં અથવા તેને સમારકામ માટે પાછો લાવવામાં પણ મદદ કરશે.