વિછિયાથી બાવળા અનાજ લઈ જતાં શખ્સની પૂછપરછ
વિંછિયા- પાળિયાદ રોડ ઉપર ગ્રામ્ય SOGનો દરોડો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકામાંથી શંકાસ્પદ અનાજની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે ગ્રામ્ય એસઓજીએ વોચ ગોઠવી એક શખસને 4.36 લાખના શંકાસ્પદ ઘઉ ચોખા સાથે ઝડપી લઈ આ જથ્થો સરકારી છે કે કેમ તે સહિતના મુદે તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા એસઓજીના પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહિતની ટીમે બાતમી આધારે વીંછિયા-પાળિયાદ રોડ પર વોચ ગોઠવી હતી દરમિયાન પસાર થયેલ આઇસર અટકાવી જડતી લેતા તેમાંથી 231 બોરી ચોખા અને 40 બોરી ઘઉં મળી આવતા 4,36,950 રૂપિયાનો 14.565 ટન અનાજનો જથ્થો સીઝ કરી ચાલક વીંછિયાના મોટામાત્રાના મેલા ભીખા અલગોતરની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે વીંછિયાના મનસુખ તલસાણિયાએ ઉપરોક્ત જથ્થો મુકાવ્યો હતો અને આ જથ્થો બાવળા પહોંચાડવાનો હતો બાવળા પહોંચ્યા બાદ આ માલ કોને આપવાનો હતો તે અંગેની સૂચના મનસુખ આપવાનો હતો કબ્જે થયેલો અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનનો હોવાની દૃઢ શંકાએ તપાસ હાથ ધરી છે.