રાસાયણિક ખાતર-દવાનો ઉપયોગ કરતા ખેડૂતોને પર્યાવરણ પ્રકૃતિને બચાવવા જેનીબેન જાદવ શેરીયાજ ગામે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
- Advertisement -
માંગરોળ તાલુકાની એક દિકરી જેનીબેન જાદવ કે જેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની શક્તિ ઉપયોગ પ્રાકૃતિક ખેતી તરફ કર્યો છે આજના યુગમાં જયારે રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ કરી ખૂબ મોટી ઉપજ કરવાની લાલચમા માનવ જાતીને ગંભીર નુકસાન કરતા ખેડુતોને પર્યાવરણ પ્રકૃતિને બચાવવા વર્મી કમ્પોસ્ટ ખાતર જેનીબેન જાદવ શેરીયાજ ગામે બનાવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોને જાગૃત કરવા જેનીબેન સતત ખેડૂતોને સમજાવી રહ્યા છે ત્યારે માંગરોળ આગેવાન દાનાભાઇ ખાંભલા, શારદાગ્રામ નિયામક ભાવિનભાઈ ભટ્ટે દીકરીની મુલાકાત લીધી હતી અને ખુબ પ્રભાવિત થયેલ એક દીકરી આટલા અભ્યાસ પછી પર્યાવરણની ચિંતામાં એક અનોખી પહેલ કરેલ છે આ દીકરી ગામે ગામ જઈ અને ખેડૂતોને મળી અને પોતાના ખેતરમાં ડેમો આપી અને લોકોને સમજાવી અને જૈવિક ખેતી તરફ વાળવાનો પ્રયત્ન કરી રહી છે અને આ પંથકની જે જૂની ઓળખાણ લીલી નાઘેર હતી તેને ફરીથી જીવંત કરવાનો પ્રયત્ન કરે છે જયારે પ્રાકૃતિક ખેતીનો સંદશો અપાતી દીકરી ફરી માંગરોળ પંથકને લીલી નાઘેર બનાવવાનો સંકલ્પ સાથે ખેતીમાં કામ કરે છે. ત્યારે સ્થાનિક ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી અને સ્વસ્થ જીવન જીવે તેઓ પ્રયત્ન કરીએ તેવા સંકલ્પ સાથે જેનીબેનની વાતને બિરદાવી રહ્યા છે.