કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને મોકલવામાં આવતા ‘વિકસિત ભારત’ નામના વોટ્સએપ મેસેજ પર ચૂંટણી પંચે કડકાઈ દાખવી
લોકસભા ચૂંટણી 2024 કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને મોકલવામાં આવતા ‘વિકસિત ભારત’ નામના વોટ્સએપ મેસેજ પર ચૂંટણી પંચે કડકાઈ દાખવી છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પંચે આ અંગે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને નોટિસ પણ પાઠવી છે.
- Advertisement -
કેન્દ્રીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને નિર્દેશ આપતાં કહ્યું કે, આચારસંહિતા લાગુ થયા પછી પણ જો લોકોને વિકસિત ભારત સંબંધિત સંદેશા મળી રહ્યા છે તો તેને તાત્કાલિક રોકી દેવા જોઈએ. આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચૂંટણી પંચને જાણ કરો.
Election Commission has directed the Ministry of Electronics and Information Technology to immediately halt delivery of Viksit Bharat messaging over WhatsApp. Compliance report on the matter has been demanded immediately from MeitY: EC
The Commission had received several… pic.twitter.com/3ziyxdrF70
- Advertisement -
— ANI (@ANI) March 21, 2024
શું છે સમગ્ર મામલો ?
વાસ્તવમાં ચૂંટણી પંચેવોટ્સએપ પર વિકસિત ભારત મેસેજની ડિલિવરી તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બાબતે મંત્રાલય પાસેથી તાત્કાલિક અનુપાલન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કમિશનને ઘણી ફરિયાદો મળી હતી કે સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા લાગુ થવા છતાં, નાગરિકોના ફોન પર આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.
જાણો શું કહ્યું IT મંત્રાલયે ?
આ તરફ IT મંત્રાલયે કમિશનને જાણ કરી હતી કે, આચાર સંહિતા લાગુ થયા પહેલા પત્રો મોકલવામાં આવ્યા હતા.તેમાંના કેટલાક પ્રણાલીગત અને નેટવર્ક મર્યાદાઓને કારણે વિલંબ સાથે લોકો સુધી પહોંચ્યા હશે.