પદાધિકારીઓને મળતી તમામ સુવિધા બંધ : ખાતમુહૂર્ત અને લોકાર્પણ યાત્રાને લાગી બ્રેક : ચેમ્બરોને તાળાં : હવે માત્ર વહિવટી તંત્ર કામગીરી કરતું રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
લોકસભા ચૂંટણી આચારસંહિતા શનિવારે બપોર બાદ લાગુ થઇ જતા મહાપાલિકામાં પદાધિકારીઓની ચેમ્બર સુમસામ બની છે. ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષના લોકપ્રતિનિધિઓ તંત્ર તરફથી મળતી સુવિધાનો ઉપયોગ કરી શકતા ન હોય, તમામ પદાધિકારીના વાહનો જમા લેવાયા છે. તો તેમને મળતી સુવિધાઓ પણ શનિવાર સાંજથી બંધ થઇ ગઇ છે.
પૂરા દેશમાં લોકસભાની ચૂંટણીનું એલાન થયું છે. આ સાથે જ પૂરા ગુજરાત સાથે રાજકોટ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. કર્મચારીઓ અને અધિકારીઓને ચૂંટણી ફરજના ઓર્ડર તો ઘણા દિવસોથી થવા લાગ્યા છે. તમામને ફરજો પણ સોંપાઇ ગઇ છે. હવે ચાલુ સપ્તાહમાં અધિકારીઓ અને પદાધિકારીઓ આચારસંહિતા પ્રતિક્ષામાં હતા. જે શનિવારથી લાગુ થઇ છે. મનપામાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતા અને દંડક, ફાયર સમિતિ ચેરમેનને મનપાનું વાહન મળે છે. તમામ પદાધિકારીઓને ચેમ્બર, ફોન સહિતની સુવિધા પણ છે. આ તમામ સુવિધા શનિવાર બપોર બાદ જમા લઇ લેવામાં આવી છે.
ચાલુ સપ્તાહમાં મનપાના પદાધિકારીઓએ વોર્ડવાઇઝ ખાતમુહૂર્ત અને લોકાર્પણની હારમાળા કરી હતી. ગત સ્ટેન્ડીંગમાં જ મંજૂર થયેલા અનેક કામો પણ શરૂ કરી દેવાયા છે. સાંઢીયા પુલ બ્રીજ સહિતના ભૂમિપૂજન પણ તત્કાલ કરી દેવાયા હતા. બજેટમાં સામેલ ઘણી યોજનાઓના કામ પણ શરૂ કરાયા છે. વિદ્યાર્થી વાંચનાલયથી માંડી બ્રીજ સુધીના કામો શરૂ કરીને આચારસંહિતામાં કોઇ કામને બ્રેક ન લાગે તે રીતે ગીયરમાં મૂકી દીધા છે. દરમ્યાન શનિવારથી તમામ પદાધિકરીઓની ચેમ્બર સહિતની સરકારી સુવિધા જમા થઇ છે. આ પદાધિકારીઓના વાહનોનો ઉપયોગ જરૂર સમયે ચૂંટણી પંચ કરે છે. આથી આવા મોટા ભાગના વાહન થોડા દિવસોમાં ચૂંટણી પંચ મંગાવી લે તેવી શકયતા નકારાતી નથી. મુખ્ય પદાધિકારીઓ ઉપરાંત પેટા સમિતિના 15 ચેરમેનોની ચેમ્બરને પણ લોક કરીને સેક્રેટરી હરેશ રૂપારેલીયા ચાવી લોકરમાં મૂકી દેવાઇ છે. મનપામાં ભાજપ કાર્યાલય પણ કાયમ ધમધમતું રહે છે. આ કાર્યાલયને પણ તાળા મારી દેવામાં આવશે. કોંગ્રેસ પાસેથી તો ઘણા સમયથી શાસકોએ કાર્યાલય આંચકી લીધુ છે. હવે મોટા ભાગના કોર્પોરેટરો રોજેરોજ સવારથી સાંજ સુધી મત વિસ્તારમાં ફરતા થઇ જવાના છે. સત્તાવાર કોઇ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઇ કામ માટે અધિકારીઓને નવી સીધી સૂચના આપી શકતા નથી. આમ છતાં લોકોની રોજિંદી ફરિયાદ માટે અધિકારીઓને જાણ જરૂર કરી શકે છે.
- Advertisement -
છતાં હવે લોકસભાની ચૂંટણી પૂરી થાય, પૂરા દેશમાં આચારસંહિતા ઉઠે ત્યાં સુધી મનપા કચેરીમાં પણ કોડ ઓફ ક્ધડકટનો અમલ રહેશે. નવા ભૂમિપૂજન અને લોકાર્પણ આજે સવાર સુધી ચાલુ રહ્યા બાદ તેમાં પણ મોટો બે્રક આવી
ગયો છે.