વંથલી પંથકમાં ચીકુના પાકનું મબલખ ઉત્પાદન
ખેડૂતને ચીકુમાં સારું ઉત્પાદન મળતા બમણી અવાક
- Advertisement -
વંથલી ફુર્ટ યાર્ડમાં મણના 300થી 600 સુધીના ભાવે હરાજી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ જીલ્લો બાગાયત ખેતીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે જેમાં પ્રથમ કેસર કેરી સાથે નાળીયેરી અને વંથલી પંથક સહીત આસપાસના વિસ્તારોમાં ચીકુની બાગાયત ખેતી ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે આ વર્ષે ચીકુનું મબલખ ઉત્પાદન થતા ખેડૂતોને બમણી અવાક જોવા મળી રહી છે.જયારે ખેડૂતો દ્વારા જણાવ્યા અનુસાર ચીકુના આ વર્ષે ઉત્પાદનમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.ક્યારેય આટલું મોટું ઉત્પાદન છેલ્લા ઘણા વર્ષોમાં જોયું નથી ચીકુની બાગોમાં પુષ્ક્ળ પ્રમાણમાં ચીકુ જોવા મળી રહ્યા છે જેનો સીધો ફાયદો ખેડૂતો અને ઇજારા રાખનાર લોકોને થશે તેમ જણાવ્યું હતું.
સોરઠ પંથકમાં વંથલી તાલુકો ચીકુની બાગાયત ખેતી માટે અગ્રીમ હરોળમાં આવે છે અને ખુબ મોટા પ્રમાણમાં ચીકુની બાગાયત ખેતી ખેડૂતો કરે છે જયારે 2024માં ચીકુની અવાક ગત વર્ષ કરતા બમણી જોવા મળે છે ત્યારે ખેડૂતો વંથલીમાં આવેલ ફ્રૂટ યાર્ડમાં હાલ દરરોજ હરાજીમાં ભાગ લેવા જાય છે હાલ હરાજીમાં એક મણના રૂ.300 થી 600 સુધી અને ખુબ સારા અને મોટા ચીકુનું ફળ હોઈતો રૂ.700 થી વધુ પણ ભાવ મળે છે.આમ ખેડૂતોને ભાવ જેરીતે મળી રહ્યા છે તે પ્રતી વર્ષની એવરેજ પ્રમાણે છે પણ ચીકુનું ઉત્પાદન વધી જતા અવાક બમણી થશે.
- Advertisement -
વંથલી પંથકમાં ચીકુની અવાક ડિસેમ્બર મહિનાથી શરુ થતી હોઈ છે પણ આ વર્ષે એક મહિનો વેહલી શરુ થઇ ગઈ છે અને જે રીતે ચીકુની બાગોમાં ચીકુના ઝાડ પર ચીકુ જોવા મળી રહ્યા છે.જે જોતા ચીકુની સીઝન પણ લાંબી ચાલશે એટલે એપ્રિલ-મેં સુધી બજારમાં ચીકુ જોવા મળશે હાલ સ્થાનિક બજારોમાં એક કિલોના ચીકુના ભાવ રૂ.15 થી 30 અને સારા ચીકુના 40 થી 50 સુધી જોવા મળી રહ્યા છે.ત્યારે પ્રતિ વર્ષની જેમ ચીકુના ભાવ સ્થીર જોવા મળે છે.પણ તેની સાથે ઉત્પાદન વધતા ખેડૂતો અને ઇજારદાર સાથે વેપારીને ફાયદો થશે તેમ ખેડૂતોનો મત છે.
એક તરફ કેસર કેરી સીઝન બીજી તરફ ચીકુ સીઝનમાં મજૂરો મળતા નથી
જૂનાગઢ જિલ્લા સહીત ગીર પંથકમાં કેસર કેરીની સીઝન શરુ થઇ છે તેની સાથે વંથલી પંથકમાં ચીકુની સીઝન શરુ થતા હાલ ચીકુની ખેતી ધરાવતા બાગાયત ખેડૂતોને ચીકુના બગીચામાં કામ કરવા મજૂરોની અછત સર્જાય છે રોજ બરોજ મણ ના મણ ચીકુ ઉતારો આવે છે ત્યારે ખેડૂતો રૂ.400 થી 500 જેટલા મજૂરોને આપવા તૈયાર છે છતાં ખેતી કરતા મજૂરો નથી મળતા ત્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ કેસર કેરીના ઇજારા ખુબ મોટા પ્રમાણમાં રાખવામાં આવતા હોવાથી મજૂરોની અછત જોવા મળી રહી છે.