કાન, નાક, ગાળાને લગતી ઇમરજન્સી વિશે માહિતી આપતા ઇ-એનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
રાજકોટ આપણે હૃદય ને લગતી, મગજને લગતી ઈમરજન્સી, વિ. ઈમરજન્સી. વિશે જાણીએ છીએ આજે રાજકોટ ના જાણીતા ઈ એનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કર પાસે થી આપણે કાન નાક અને ગળાના રોગો અને તેને લગતી ઈમરજન્સી વિશે જાણીએ. નાક માંથી લોહી નીકળવું જેને નસકોરી ની સમસ્યા કહેવાય છે.
નાના બાળકો મા નાક ખોતર વાની આદત, ઉનાળામાં ગરમી, લોહી નું ઊંચું દબાણ, લોહી પાતળું કરવાનો દવાઓ, નાક પર વાગવાથી અને નાક ના હાડકા ના ફ્રેક્ચર, નાક મા થતી ગાંઠ, વિ મુખ્ય કારણ છે. સારવાર ઈ એનટી સર્જન પાસે જઈ નાક ની દૂરબીન વડે તપાસ, સિટી સ્કેન, નાક મા પેકિંગ, થી સારવાર કરી શકાય. કાન ને લગતી ઈમરજન્સી જેમકે કાન મા કોઇ જીવાત ફસાઈ જવી, નાના બાળકો જ્યારે કાન નાક ગળા મા કઈ પણ વસ્તુ નાખી દે ત્યારે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને જેને તાત્કાલીક દૂરબીન વડે કાઢવી પડે છે.
જેને ફોરેન બોડીની સમસ્યા કહેવાય છે. ચક્કર, ઊલટી અને માથા અને કાન મા દુખાવો જે કાનના રોગોથી થઈ શકે છે.
સાયન્સ ના રોગો જેમાં રસી અને મસા કયારેક આંખ અને મગજ મા પ્રસરી શકે છે. અને જોખમી પુરવાર થાય છે. સ્વાસ નળી કે અન્ન નળી મા કોઈક વસ્તુ ફસાઈ જાય જેને ઈ એન્ટી સર્જન દૂરબીન ઊતારી કાઢી આપે છે. અને ખોરાક ઉતારવા મા અને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે દૂરબીન થી તે વસ્તુ ઈમરજન્સી મા કાઢવી પડે. ગળામાં કાકડા મા થતાં રસી જેને લીધે દર્દી ખોરાક લઇ શકતો નથી.
અને તેને દાખલ કરી સારવાર કરી શકાય છે. મો ગળા ના કેન્સર ના એડવાન્સ સ્ટેજ મા દર્દી ને ખોરાકમાં અને સ્વાસ લેવામાં તકલીફ પડવી જેમાં ગળા મા ગાંઠ વી .મોં અને ગળા મા એક્સિડન્ટ ને લીધે થતી ઈજાઓ. ઉપરોકત તમામ ઈમરજન્સી સારવાર અત્રે રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડો. ઠક્કર ઈ એનટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલમાં આધુનિક સાધનો વડે કરી આપવામાં આવે છે. ઇ એનટી સર્જન ડો હિમાંશુ ઠક્કર ના જણાવ્યા મુજબ કોઈ પણ પ્રકારની ઈ એન્ટી ઈમરજન્સી માટે મોં નંબર 91061 19038. 0281 2483434 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.