રોકડ પુરસ્કાર, શિલ્ડ મેયર ગીતાબેન પરમારના હસ્તે અપાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જૂનાગઢ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની યોજાયેલ સ્પર્ધામાં ક્રમ નંબર 1 થી 10માં વિજેતા થયેલ સ્પર્ધકને મહા નગરપાલિકા દ્વારા બજેટમાં થયેલ જોગવાઈ અનુસાર રોકડ પુરસ્કાર તથા સિલ્ડ મેયર ગીતાબેન પરમારના વરદ હસ્તે આપવામાં આવેલ જેમાં સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમ મેળવનાર પરમાર લાલાને રૂ.7,500,જુનિયર ભાઈઓ મકવાણા અજય રૂ.1100 રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં બીજો ક્રમ મેળવનાર પરમાર લાલા રૂ.3500અને જુનિયર ભાઈઓમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 10મો ક્રમ મેળવનાર મકવાણા અજયને રૂ.1100 આમ કુલ રોકડ પુરસ્કાર રૂ.13,200 તથા શિલ્ડ એનાયત કરવામાં આવેલ,આ તકે અરવિંદભાઈ ભલાણી, વાલભાઈ આમછેડા, જીગ્નેશભાઈ પરમાર, નીખીલ ભટ્ટ અને મોહનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.