સોમનાથ MLA વિમલ ચુડાસમાએ ભારત જોડો યાત્રા પોસ્ટ હટાવી
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોશિયલ મીડિયામાંથી ઉઙ હટાવાતા ફોટા વાઇરલ
- Advertisement -
લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે થોડા દિવસોમાં એક પછી એક કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે જેમાં જૂનાગઢ લોકસભા બેઠકમાં પેહલા ભેસાણ બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામુ આપીને ભાજપ સાથે જોડાયા બાદ પોરબંદર બેઠકમાં સમાવિષ્ટ માણાવદર બેઠકના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસને બાય બાય કરીને ભાજપ સાથે તા.14 માર્ચે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વંથલી ખાતે જાહેર મંચ પર ભાજપ સાથે જોડાઈને કેસરિયા ધારણ કરશે આમ જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજ્યમાં એક પછી એક કોંગ્રેસ અને આપના ધારાસભ્યો પક્ષ સાથે છેડો ફાડીને ભાજપ સાથે રામ રામ કરી રહ્યા છે ત્યારે સોમનાથ બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું સોસીયલ મીડિયા એકાઉન્ટમાં ભારત જોડો યાત્રાની ડીપીની પોસ્ટ હટાવી દેવાના ફોટા ખુબ વાઇરલ થતા લોકોમાંથી અનેક ચર્ચા જાગી છે.જોકે આ પહેલા એનેક્વાર વિમલ ચુડાસમાએ કોંગ્રેસ નહિ છોડવાની વાત મીડિયા સમક્ષ કરી છે
- Advertisement -
જયારે જાણવા મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ભારત જોડો યાત્રા પૂર્ણ થતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ માંથી ડીપી બદલ્યું હોવાની વાત સામે આવી રહી છે પણ આતો રાજકારણ છે અનેક ધારાસભ્યો પક્ષ નહિ છોડે તેવી વાતો કરનાર ધારાસભ્ય આજે ભાજપ સાથે જોડાય રહ્યા છે આ બાબતે વિમલ ચુડાસમા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ચોરવાડમાં અંબાણી પરિવારના લગ્ન પ્રસંગે ધાર્મિક કાર્યક્રમમાં હોવાથી ફોન બંધ આવી રહ્યો છે. ગુજરાત લોકસભાની હજુ 11 બેઠકોના ઉમેદવાર જાહેર થયા નથી
જેમાં જૂનાગઢ લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે ત્યારે રાજેશ ચુડાસમા રિપીટ થશે કે અન્ય ચેહરો આવશે તેની ઉપર ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.હાલ તો જૂનાગઢ – ગીર સોમનાથ જિલ્લાની સંયુક્ત લોકસભા બેઠક છે જેમાં જૂનાગઢ જિલ્લામાં વિસાવદર બેઠકના ધારાસભ્ય ભાયાણી ભાજપમાં જોડાય ગયા બાદ માણાવદર બેઠકના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપ સાથે જોડાવા જય રહ્યા છે ત્યારે જૂનાગઢ, કેશોદ અને માંગરોળ બેઠક પહેલાથીજ ભાજપ પાસે છે આમ જિલ્લાની પાંચે પાંચ બેઠક હવે ભાજપ પાસે છે જયારે સોમનાથ જિલ્લાની વાત કરીયે તો તાલાલા, ઉના, કોડીનાર ત્રણ બેઠક પર ભાજપના ધારાસભ્ય છે જયારે માત્ર એક બેઠક સોમનાથ કોંગ્રેસ પાસે છે ત્યારે હવે લોકસભા ચૂંટણીના ઉમેદવાર નક્કી થાય ત્યાં સુધી અનેક સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.ત્યારે બંને જિલ્લાના મતદારો ઉત્કંઠાથી ઉમેદવારનું નામ જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છે બીજી તરફ લોકસભા ચૂંટણી પેહલા હજુ નવાજુની એંધાણ વર્તાય રહ્યા છે.



