હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજભવન જઈને રાજીનામું આપી દીધું છે. હવે નવી કેબિનેટનું ગઠન થશે.હરિયાણાની રાજનીતિ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મનોહર લાલ ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
JJP-BJP અલગ થવાના કિસ્સામાં સરકારને બચાવવા અને હરિયાણામાં નવી સરકાર બનાવવાની તમામ શક્યતાઓ પર નિર્ણય લેવામાં આવશે. હરિયાણામાં મુખ્યમંત્રી બદલવા અંગે પણ વિચારણા થઈ શકે છે.
- Advertisement -
Manohar Lal Khattar resigns as CM of Haryana pic.twitter.com/mV311cH8jm
— ANI (@ANI) March 12, 2024
- Advertisement -
જાણો શું છે હરિયાણાનું ગણિત ?
90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો 46 છે. ભાજપના 41 ધારાસભ્યો છે. તેમને 6 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે. આ સિવાય તેમને ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટીનું સમર્થન પણ છે. જો JJP અલગ થશે તો ભાજપને 48 ધારાસભ્યોનું સમર્થન મળશે. કોંગ્રેસની વાત કરીએ તો ગૃહમાં તેના 30 ધારાસભ્યો છે. જ્યારે JJP પાસે 10 ધારાસભ્યો છે. ઈન્ડિયન નેશનલ લોકદળ (અભય ચૌટાલા) પાસે 1 ધારાસભ્ય છે અને 1 ધારાસભ્ય અપક્ષ છે.