વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર હતા. વડાપ્રધાન મોદી આજે રાજ્યમાં 10 નવી વંદે ભારત ટ્રેનને ફ્લેગઓફ કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કરશે.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates and lays the foundation stone of several railway projects from Ahmedabad, Gujarat.
- Advertisement -
Railway Minister Ashwini Vaishnaw, Gujarat Governor Acharya Devvrat, CM Bhupendra Patel and state BJP chief CR Paatil also present. pic.twitter.com/CBdJ84vI6S
— ANI (@ANI) March 12, 2024
- Advertisement -
પ્રધાનમંત્રી મોદીના આ કાર્યક્રમનું દેશના 764 સ્થાનો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રધાનમંત્રીના આ કાર્યક્રમનું દેશના 10 હજાર ડિજિટલ સ્ક્રીન પર લાઇવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે,રાજ્ય અને દેશના વિવિધ મહત્વના રેલવે સ્ટેશન પર 50 પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રોનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા તો 51 જેટલી ગતિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ પણ દેશને સમર્પિત કરવામાં આવ્યા છે.
#WATCH | Gujarat | Prime Minister Narendra Modi flags off 10 new Vande Bharat trains and other train services, from Ahmedabad. pic.twitter.com/3Z0uaFrb4l
— ANI (@ANI) March 12, 2024
આ સાથે દેશમાં સ્થાનિક ઉત્પાદોને પ્રોત્સાહન આપવા માટે 1500થી વધુ વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું પણ પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યું છે. આ સાથે 975 સ્થાનો પર સૌર ઉર્જાથી ચાલતા સ્ટેશન અને ઇમારતોનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના વિવિધ રેલવે જંક્શન પર બનાવાયેલા નવા 229 ગુડ્સ શેડનું પણ પ્રધાનમંત્રી ગુજરાતથી લોકાર્પણ કર્યું છે.