- ત્રણ બહેનોએ એકનો એક ભાઈ અને બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું યુવકની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં લૂંટ, ચોરી, મર્ડર જેવા બનાવો સામાન્ય બની ગયા હોય તેમ દરરોજ રાત પડતાં જ લુખ્ખાઓ મેદાનમાં આવી જાય છે અને પોલીસની જરાપણ બીક ન હોય તેમ ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે ઈંડાની લારીએ નજીવી બાબતે યુવકની ઘાતકી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ત્રણ બહેનોએ એકનો એક ભાઈ અને બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
શહેરની ગોંડલ ચોકડી પાછળ રિધ્ધી સિધ્ધિ સોસાયટીમાં રહેતાં હિનાબેન સંજયભાઈ મારડીયા ઉ.35એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ સંજયભાઈ મહેશભાઇ મારડીયાની હત્યા કરવા અંગે ભરતદાન ગઢવી સામે ભક્તિનગર પોલીસમાં નોંધાવે ફરિયાદમાં જણાવ્યું હતું કે મૂળ ગામ ગોંડલનું વાસાવડ છે તેઓએ સંજયભાઈ સાથે 12 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતાં બાદમાં દંપતી રાજકોટ રહેવા આવ્યું હત તેમના પતિ સમય કેટરર્સનો ધંધો કરતાં હતાં સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે
- Advertisement -
ગત રાત્રે રિધ્ધી-સિધ્ધિના નાલા પાસે આવેલ નટરાજ દુકાનની સામે આવેલ ઈંડાની લારીએ જમવા ગયાં હતાં ત્યારે ત્યાં હાજર ભરદાન ગઢવીને તમે ગઢવી બહું ફાટી ગયાં છો કહેતાં આરોપી ભરતદાન ગઢવી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરી સંજય મારડીયા પર છરીથી હુમલો કરી પડખા અને પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકી દિધા હતાં અને આરોપી ભાગી ગયો હતો તેમજ લોહીલુહાણ હાલતમાં પતિને હાજર લોકોએ 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ઇમરજન્સીમાં દાખલ કરતા ફરજ પરના તબીબોએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતાં બનાવ અંગે પરિવારજનોને જાણ કરાતાં હોસ્પિટલે દોડી ગયાં
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસના પીઆઇ સરવૈયા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલીયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી તેમજ ગણતરીની કલાકોમાં જ આરોપી ભરતદાન ગઢવીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી બનાવની કરુણતા એ છે કે મૃતક ત્રણ બહેનોએ એકનો એક ભાઈ હતો જ્યારે બે સંતાનોએ પણ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી
ગયો છે.