એમિશન ડેટા એનાલિસિસ કરનાર કંપનીના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલ-ડીઝલની તુલનામાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સથી વધારે પ્રદૂષણ ફેલાય છે. EVના બ્રેક અને ટાયર 1,850 ગણું વધારે પ્રદૂષણ ફેલાવે છે.
પ્રદૂષણ ઓછુ કરવા માટે ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પેટ્રોલ-ડીઝલ ગાડીઓના ઓપ્શનની રીતે જોવામાં આવી રહી છે. આજ કારણ છે કે લોકો ઝડપથી ઈલેક્ટ્રિક ગાડીઓ પર સ્વિચ કરી રહ્યા છે. જોકે હાલમાં આવેલી એક સ્ટડી રિપોર્ટમાં ચોંકાનારો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ નહીં પરંતુ ઈલેક્ટ્રિકે ગાડીઓથી વધારે પ્રદૂષણ થાય છે. એમિશન ડેટા એનાલિસિસ કરનાર કંપનીની હાલની સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈલેક્ટ્રિક વ્હિકલ્સના બ્રેક અને ટાયર 1,850 ગણું વધારે પ્રદૂષણ ફેલાવી શકે છે.
- Advertisement -
ઝડપથી ખરાબ થઈ જાય છે ઈલેક્ટ્રિક ગાડીઓના ટાયર
એમિશન એનાલિટિક્સની સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે ઈલેક્ટ્રિક વ્હિકલ્સનું વજન વધારે હોય છે માટે તેના ટાયર પણ જલ્દી ખરાબ થાય છે. તેનાથી હાનિકારક કેમિકલ્સ હવામાં ફેલાય છે. એવું એટલા માટે કારણ કે મોટાભાગના ઈવીના ટાયર ક્રૂક ઓયલથી નિકળતા સિંથેટિક રબરથી બનેલા હોય છે.
બેટરીના વજનથી પણ નુકસાન
આ સ્ટડીમાં ઈલેક્ટ્રિક ગાડીઓમાં લાગતી બેટરીના વજનને લઈને જણાવવામાં આવ્યું છે કે ગેસોલીન એન્જિનની તુલનામાં EVમાં ભારે બેટરીનો ઉપયોગ થાય છે. આ વધારે ભાર બ્રેક અને ટાયરો પર કરે છે. જેનાથી ડેમેજ પણ ઝડપથી થઈ જાય છે. રિપોર્ટમાં ટેસ્લા મોડલ Y અને ફોર્ડ F-15 લાઈટનિંગનું ઉદાહરણ આપતા જણાવવામાં આવ્યું છે કે બન્નેની બેટરીનું વજન લગભગ 1,800 પાઉન્ડ એટલે કે 816 કિલોગ્રામ છે.
આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે અડધો ટન એટલે કે 1,100 પાઉન્ડ વાળી બેટરી લાગેલા EVથી ટાયર ખરાબ થવા અને એમિશન મોર્ડન ગેસોલીન કારથી નિકળતા એમિશનથી 400 ગણુ વધારે પેદા થઈ શકે છે. આ અભ્યાસમાં ઈલેક્ટ્રિક કારોના ટાયર અને બ્રેક પર સમય રહેતા યોગ્ય રીતે વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે. જેથી પ્રદૂષણથી બચી શકાય.
- Advertisement -