સ્થાનિક ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાના વડાલ ગામથી બામણગામ જતા જુના ગ્રામ્ય ખેડૂત માર્ગ પર પીજીવીસીએલ જૂનાગઢ રૂરલ સબ ડીવીઝને રસ્તામાં નડતરરૂપ બળજબરીથી ઉભા કરેલા વીજ પોલ તાત્કાલીક અસરથી દૂર કરવા મુદ્દે સ્થાનિક ખેડૂત પ્રતિનિધિ અમુભાઇ પાનસુરીયા અને ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર આપી યોગ્ય કરવા રજૂઆત કરી હતી.
- Advertisement -
ખેતી કામ કરી ગુજરાન ચલાવતા ખેડૂતોને વડાલથી બામણગામ જતા જુના ગ્રામ્ય ગાડા માર્ગ ઉપર આશરે 60 થી 70 ખેડૂતોની જમીન આવેલી છે. તેની સાથે બામણગામના ખેડૂતોની પણ 15 જેટલી જમીન આવેલી છે. ત્યારે આ રસ્તા પર ખેડૂતો દરરોજ ટ્રેકટર, મોટરસાયકલ અને બળદગાડા વડે રાત દિવસ આવન-જાવન કરે છે જેના લીધે રસ્તા પર મુકવામાં આવેલા પીજીવીસીએલના વીજપોલ નડતરરૂપ થાય છે તે મુદ્દે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીને એક આવેદનપત્ર આપી યોગ્ય કરવા રજૂઆત કરી હતી.



