સંચાલિકા સહિત પાંચ ગ્રાહકો પાસેથી 49 હજારનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વ્યાપાર સામે કડક હાથે કામગીરી કરવાના આદેશ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ આપતા જૂનાગઢ એસઓજી મહિલા પીએસઆઇ એસ.એસ.સોલંકી તથા એ-ડીવીઝન પીઆઇ વી.જે.સાવજ તથા પોલીસને મળેલી હકીકતના આધારે શહેરના જગમાલ ચોક વિસ્તારમાં આવેલ આદીનાથ એપાર્ટમેન્ટના 303 બ્લોકમાં કુટણખાનુ ધમધમતુ હોવાની બાતમી મળતા રેઇડ કરી હતી.
જગમાલ ચોક વિસ્તારના આદીનાથ એપાર્ટમેન્ટમાં રહેતી મનીષાબેન નિરજભાઇ વિઠ્ઠલાણી નામની મહિલા દ્વારા વેશ્યાવૃતિનો ધંધો ચાલતો હોવાની અને કુટણખાનુ ધમધમતુ હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ રેઇડ દરમિયાન કુટણખાનાની સંચાલીક મનીષા વિઠ્ઠલાણી તેમજ ગ્રાહકોમાં ધવલ વિક્રમભાઇ ચંદ્રવાડીયા રહે.ઉપલેટા, જીબ્રીસ અતુલભાઇ બારૈયા, રાજેશ મેરામણ બારૈયા, ગૌરવ મનસુખ વિધાણી રહે.જૂનાગઢના વાળા સહિત સંચાલીકા તેમજ પાંચ ગ્રાહકોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.49,700નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂઘ્ધ એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.