સરકારને નોટીસ સર્વે થઈ ગઈ: રાજયોના કર્મચારીઓ પણ હવે નોટીસો આપશે: ચુંટણીના મધ્યમાંજ હડતાલનાં એલાનથી સરકાર માટે પડકાર
કેન્દ્રના કર્મચારીઓએ હવે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે બાયો ચડાવી છે અને કર્મચારીઓની નેશનલ જોઈન્ટ કાઉન્સીલ ઓફ એકશન દ્વારા તા.1 મે થી અચોકકસ મુદતની હડતાલનું એલાન આપ્યુ છે.
- Advertisement -
જેમાં રેલવે સેવા ઉપરાંત સંરક્ષણ વિભાગની ડિફેન્સ ફેકટરીઓના કર્મચારીઓ પણ જોડાશે તથા કેન્દ્ર અને રાજયોની સરકારી કચેરીઓના કર્મચારીઓ પણ તેમાં જોડાશે. તા.19 માર્ચના આ અંગે હડતાલની નોટીસ આપવામાં આવી હતી અને તે રીતે વહીવટી વિભાગના કર્મચારીઓ પણ તેમાં જોડાવા માટે હડતાલની નોટીસ આપશે.
જોઈન્ટ એકશન કમીટીના વડા ગોપાલ મિશ્રા (કન્વીનર) સહિત સાત સભ્યોની કમીટીએ હવે તા.11 મે એ અચોકકસ મુદતની હડતાળનું એલાન આપ્યું છે. આમ દેશમાં ચુંટણીઓ ચાલતી હશે તે સમયે જ કર્મચારીઓએ હડતાલનું એલાન આપીને સરકારનું નાક દબાવવા પ્રયાસ કર્યો છે.
સરકારની નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને જુની યોજના જેવા પેન્શનના લાભ મળતા નથી તેથી જુની યોજના ફરી લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.