-ભાજપ નેતાએ પોલીસમાં ફરિયાદ કરી: વિડીયોને મોર્ફ કરીને નથી બનાવાયોને તેની તપાસ થવી જોઈએ: કોંગ્રેસ
કર્ણાટક રાજયસભા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સૈયદ નસીર હુસેનની જીત બાદ હુસેનના સમર્થકોએ વિધાનસભામાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા આ મામલે ભાજપે પોલીસમાં ફરિયાદ કરી છે.
- Advertisement -
ભાજપની આ ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે ભાજપે એક વિડીયો શેર કર્યો છે, જેને લઈને ભાજપે આક્ષેપ કર્યો છે. બીજી બાજુ કોંગ્રેસના રાજયસભાના સાંસદ નસીર હુસેને એક વિડીયો જાહેર કરીને સફાઈ આપી છે કે જયાં સુધી તેઓ ત્યાં હતા ત્યારે ત્યાં આવા કોઈ નારા નહોતા લાગ્યા.
જો આમ થયું હશે તો તેની તપાસ થવી જોઈએ. ભાજપના એમએલસી એન.રવિકુમાર અને પાર્ટી ધારાસભ્ય ડોડ્ડાનગૌડા પાટિલે ઉપરોક્ત ફરિયાદ કરી છે. નસીર હુસેને જણાવ્યું હતું કે જો આવા (પાકિસ્તાન જિંદાબાદ)ના નારા લાગ્યા હશે તો કાયદા મુજબ સખ્ત કાર્યવાહી થશે. પણ વિડીયોની તપાસ થવી જોઈએ. જો તેને મોર્ફ કરી જો કોઈએ નારા લગાવ્યા હોય તો તેની તપાસ થવી જોઈએ.