દેશની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણો ન્યોછાવર કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક તેમજ જનસંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ પાઠવતા રાજકોટ જીલ્લા ભાજપ : ખાચરીયા, ચાવડા, રામાણી, ચાંગેલા
દેશની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણો ન્યોછાવર કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક તેમજ જનસંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ પાઠવતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ જણાવ્યું હતું કે, ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ જુલાઈ, ૧૯૦૧ના રોજ કોલકતામાં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ આશુતોષ મુખરજી હતું, જેઓ બંગાળમાં એક શિક્ષણશાસ્ત્રી અને બુદ્ધિજીવી તરીકે જાણીતા હતા. કોલકાતા વિશ્વવિદ્યાલયમાંથી ગ્રૅજ્યુએશન કર્યા પછી ૧૯૨૬માં તેઓ સેનેટસભ્ય બન્યા. ૧૯૨૭માં એમણે વકીલાતની પરીક્ષા પાસ કરી હતી. ૩૩ વર્ષની વયે તેઓ કોલકતા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. ચાર વર્ષના કાર્યકાળ પછી તેઓ કોલકતા વિધાનસભામાં પહોંચ્યા હતા. કૉંગ્રેસ સાથે મતભેદ થતાં એમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને પછી સ્વતંત્ર રીતે વિધાનસભામાં પહોંચ્યા. તેમને પ્રખર રાષ્ટ્રવાદના આગેવાન માનવામાં આવે છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજી બંધારણની કલમ ૩૭૦ના સ્પષ્ટ વિરોધી હતા અને તેઓ ઇચ્છતા હતા કે કાશ્મીર સમગ્ર રીતે ભારતનો હિસ્સો બને અને ત્યાં અન્ય રાજ્યોની જેમ સમાન કાયદો લાગુ હોય. કલમ ૩૭૦ની સામે એમણે આઝાદ ભારતમાં અવાજ ઉઠાવ્યો હતો. એમનું કહેવું હતું કે, એક દેશમાં બે બધારણ અને બે પ્રધાન નહીં ચાલે.
પંડિત જવાહરલાલ નહેરુએ તેમને પોતાની વચગાળાની સરકારમાં મંત્રી બનાવ્યા હતા. મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ ટૂંકો હતો. એમણે નહેરુ પર તૃષ્ટિકરણનો આરોપ મૂકીને મંત્રીપદથી રાજીનામું આપી દીધું હતું. તેઓ “એક દેશમાં બે બધારણ અને બે પ્રધાન નહીં ચાલે”એ વાત પર અડગ રહ્યા હતા. તેઓ ઇચ્છતા હતા કે કાશ્મીરમાં આવવા-જવા માટે કોઈની પરવાનગી ન લેવી પડે.ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ૧૯૫૩માં ૮ મેના રોજ વગર કોઈ પરવાનગીએ તેઓ દિલ્હીથી કાશ્મીર માટે નીકળી પડ્યા હતા. બે દિવસ પછી જલંધરમાં એમણે કહ્યું કે ‘અમે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પરવાનગી વગર જઈ શકીએ એ અમારો મૂળભૂત અધિકાર હોવો જોઈએ.’ ૧૧મે ના રોજ શ્રીનગરમાં એમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં રાખવામાં આવ્યા. થોડા દિવસો બાદ એમને છોડી દેવામાં આવ્યા. ૨૨ જૂનને દિવસે એમની તબિયત ખરાબ થઈ ગઈ અને ૨૩ જૂનના દિવસે રહસ્યમય સ્થિતિમાં એમનું મૃત્યુ થયું.
- Advertisement -
જનસંઘની સ્થાપના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને શ્યામાપ્રસાદ મુખરજી વચ્ચે અનેક મતભેદો રહેતા હતા. જ્યારે વડાપ્રધાન નહેરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી વચ્ચે સમજૂતી થઈ ત્યારે આ મતભેદો ખુબ વધી ગયા હતા. આ સમજૂતી પછી ૬ એપ્રિલ, ૧૯૫૦ના દિવસે એમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ગુરુ ગોલવેલકર સાથે પરામર્શ કરીને શ્યામાપ્રસાદ મુખરજીએ ૨૧ ઑક્ટોબર, ૧૯૫૧માં રાષ્ટ્રીય જનસંઘની સ્થાપના કરી. આ જનસંઘનો પાછળથી જનતા પાર્ટીમાં વિલય થયો અને પાર્ટી વિખરાઈ જતા ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું. ૧૯૫૧-૫૨ની સામાન્ય ચૂંટણીઓમાં રાષ્ટ્રીય જનસંઘના ત્રણ ઉમેદવારો સંસદસભ્ય તરીકે ચૂંટાયા, જેમાં એક શ્યામાપ્રસાદ મુખરજી પણ હતા.
ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ઈચ્છા હતી કે, જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ કલમ નાબુદ થાય તેમના આ સ્વપ્નને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહએ કલમ ૩૭૦ અને ૩૫-એ નાબુદ કરીને ખરા અર્થમાં શ્રન્દ્ધાજલી આપી છે.