ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 554 જેટલા રેલ્વે સ્ટેશનોનો પુન: વિકાસ અને 1500 જેટલા રોડ ઓવર બ્રિજ/ અંડર પાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરુપે વેરાવળ રેલ્વે સ્ટેશનનુ રુ.10.33 કરોડના ખર્ચે નવનિકરણ કરવામાં આવશે.
જેમા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના 46 રેલ્વે સ્ટેશનોના પુન: વિકાસ કરવામા આવશે. જેમાં વેરાવળ રેલ્વે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનને આધુનિક બનાવવા રુ.10.33 કરોડના ખર્ચે પુન: વિકાસ કરવામા આવશે. આજથી વેરાવળ રેલ્વે સ્ટેશનથી ઇલેક્ટ્રીક ટ્રેન શરૂ થઈ છે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રવાસીઓની સુવિધા માટે અલગ-અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર મલ્ટી-લેવલ પાર્કિંગ, લિફ્ટ, એસ્કેલેટર, એક્ઝિક્યુટિવ લાઉન્જ,વેઇટિંગ એરિયા, દિવ્યાંગો માટે અનુકુળ સુવિધાઓ,રુફ પ્લાઝા,શોપિંગ ઝોન,ફૂડ કોર્ટ,ચિલ્ડ્રન પ્લે એરિયા,દરેક સ્ટેશનનો શહેરના સિટી સેન્ટરના સ્વરૂપ વિકાસ સહિતની આધુનિક સુવિધાઓથી વેરાવળ રેલ્વે સ્ટેશનનો પુન: વિકાસ કરવામા આવશે.
અગ્રણી મહેન્દ્રભાઈ પીઠીયાએ જણાવ્યું હતું કે, આજે આપણે અધતન સુવિધાઓ સાથે ટ્રેનમાં સફર કરીએ છીએ આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શક્ય બન્યું છે. બ્રોડ ગેજ ટ્રેનોની જગ્યાએ મીટરગેજ ટ્રેન,ડીઝલ એન્જિન ટ્રેનની જગ્યા ઇલેક્ટ્રિક ટ્રેનો લઈ રહી છે. લોકોની મુશ્કેલીઓને ધ્યાને લઈ વેરાવળ રેલવે ફાટકે ઓવરબ્રિજનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આ સાથે લોકોને સ્વચ્છતા અંગે જાગૃત થવા પણ અપીલ કરી હતી.તેમજ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાળ,વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની,જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ રાજવીરસિંહ ઝાલા, અગ્રણી સર્વ દીલીપભાઇ બારડ,દેવાભાઈ ધારેચા,રમેશભાઇ કેશવાલા,ડો.પ્રોફેસર વાળા,રામીબેન વાજા, રેલ્વે ડીપ્ટી રાજેશભાઈ ઠાકોર, વેરાવળ શહેર મામલદાર જેઠાભાઈ શામળા,વેરાવળ રેલ્વે સ્ટેશન કમિટીના પ્રમુખ મુકેશભાઈ ચોલેરા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જગદીશભાઇ ફોફંડી,ખારવા સમાજના પ્રમુખ લખમભાઇ ભેંસલા સહિતના અધિકારીઓ રેલ્વેનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.