- ઘણા સમયથી બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
- પ્રથમવાર 1996માં સપાની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડીને જીત્યા હતા
દેશના સૌથી વૃદ્ધ અને સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાન બર્કનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની વધુ તબિયત બગડવાને કારણે મુરાદાબાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. બર્કના નિધનથી સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
"The demise of senior Samajwadi Party leader and several-time MP Shafiqur Rahman Barq is extremely sad," tweets Samajwadi Party pic.twitter.com/QdPp9mY9V9
- Advertisement -
— ANI (@ANI) February 27, 2024
શફીકુર રહેમાન પ્રથમવાર 1996માં સાંસદ બન્યા હતા
- Advertisement -
દેશમાં આ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા જ સપા અને અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો છે. નોંઘનીય છે કે શફીકુર રહેમાન બર્કને લોકસભાની ચૂંટણી 2024 માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. શફીકુર રહેમાન બર્ક ચાર વખત ધારાસભ્ય અને પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે. તેઓ પ્રથમવાર 1996માં સપાની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. આ ઉપરાંત 2019માં પણ ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.
તેઓ બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક રહી ચુક્યા છે. તેઓ મુસ્લિમ સમજાના મુદા ઉઠાવવા અને વંદે માતરમ પર પોતાના વિવાદિત નિવેદનો આપવાને લઇને હંમેશા રાજકારણમાં ચર્ચાનો વિષય રહ્યા હતા. તેઓ 60થી વધુ વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા હતા.