જીવન શ્વાસની રમત છે. પ્રથમ શ્વાસ લઇએ અને અંતિમ શ્વાસ છોડીએ એ બે ક્ષણો વચ્ચેની યાત્રાને જિંદગી કહે છે. દો પલ કે જીવન સે, ઇક ઉમ્ર ચુરાની હૈ. યોગ સાધનામાં પ્રાણાયામનું વિશેષ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક ધ્યાન ગુરુઓ ફક્ત શ્વાસ ઉપર એકાગ્રતા કેળવવાની સલાહ આપે છે. વાસ્તવમાં પ્રાણાયામ એ અષ્ટાંગ યોગનાં આઠ અંગોમાંનું એક અંગ છે. શ્વાસ એટલે કે પ્રાણવાયુ ઉપર કાબૂ મેળવવો એ કામ અશક્ય નથી, પણ અઘરું જરૂર છે. વાઘ અને સિંહ જેવાં હિંસક પશુઓને પણ ધીમે ધીમે પ્રેમ વડે અંકુશમાં લાવી શકાય છે. તો શ્વાસને કેમ ન લાવી શકાય? વિવિધ અધ્યાત્મ ગુરુઓ દ્વારા શીખવવામાં આવતી શ્વાસની ક્રિયાઓ સમજ્યા વગર કરવામાં આવે તો ફેફસાંની કસરત બનીને રહી જાય છે. યોગ એટલે જોડાણ. જો પ્રાણવાયુને પરમ તત્ત્વની સાથે જોડવામાં આવે તો જ તે યોગ સાધનાનું અંગ બની શકે.
પ્રાણવાયુને પરમ તત્ત્વની સાથે જોડવામાં આવે તો જ તે યોગ સાધનાનું અંગ બની શકે
Follow US
Find US on Social Medias