અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો, અમેરિકાની ખાનગી કંપનીએ તેનું પહેલું અવકાશયાન Nova-C લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું
આપણા એટલે કે ભારતના ચંદ્રયાન-3 બાદ હવે અમેરિકાએ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કર્યો છે. વાત જાણે એમ છે કે, અમેરિકાની ખાનગી કંપની Intuitive Machines એ તેનું પહેલું અવકાશયાન Nova-C લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે. તેના રોકેટનું નામ ઓડીસિયસ અવકાશયાન ( Odysseus spacecraft ) છે. આ સાથે Intuitive Machines ચંદ્ર પર ઉતરનાર પ્રથમ કોમર્શિયલ કંપની બની ગઈ છે. અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે.
- Advertisement -
ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે આ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. Intuitive Machinesનું આ મિશન આગામી સાત દિવસ સુધી સક્રિય રહેશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ભારતીય સ્પેસ રિસર્ચ કમિશનનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ભારત ચંદ્રની સપાટી પર પહોંચનાર ચોથો અને દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો. અવકાશ નિષ્ણાતોના મતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવું સામાન્ય રીતે મુશ્કેલ માનવામાં આવે છે.
#WATCH | American company Intuitive Machines' Nova-C lander, named Odysseus spacecraft makes the first commercial moon landing.
This landing comes months after India’s Chandrayaan-3 lander, which became the first spacecraft from the country to safely reach the lunar surface… pic.twitter.com/ZuIBV2GP4q
- Advertisement -
— ANI (@ANI) February 22, 2024
50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું
વિગતો મુજબ લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન એપોલો 17 હતું, જે 1972માં ઉતર્યું હતું. ચંદ્ર પર ઉતરેલા લેન્ડરનું નામ છે – ઓડીસિયસ લેન્ડર ( Odysseus spacecraft ). તેને હ્યુસ્ટનની ઇન્ટ્યુટિવ મશીન દ્વારા બનાવવામાં આવ્યું છે. નાસા અનુસાર તેનું લેન્ડિંગ ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે થયું હતું. ચંદ્ર પર ઉતરનાર ખાનગી કંપનીનું તે પ્રથમ અવકાશયાન બની ગયું છે.
જોકે જ્યારે ઓડીસિયસ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યું ત્યારે કેટલીક ખામીને કારણે ટીમનો અવકાશયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ વૈજ્ઞાનિકોએ કહ્યું કે તે સુરક્ષિત રીતે લેન્ડ થયું છે અને કામ કરી રહ્યું છે. હવે અહીંથી મિશન કેવી રીતે આગળ વધે છે તે મહત્વનું નથી લેન્ડિંગને વ્યાવસાયિક અવકાશયાન અને અમેરિકન અવકાશ ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.
After troubleshooting communications, flight controllers have confirmed Odysseus is upright and starting to send data.
Right now, we are working to downlink the first images from the lunar surface.
— Intuitive Machines (@Int_Machines) February 23, 2024
મિશન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
આ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું છે. અમેરિકાનું આ મિશન 7 દિવસ સુધી સક્રિય રહેશે. કારણ કે ઠંડીના કારણે અવકાશયાન ખરાબ થઈ શકે છે. આ સાથે દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પછી અમેરિકા બીજો દેશ બની ગયો છે. 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો. ઓડીસિયસ ( Odysseus spacecraft ) નું લેન્ડિંગ 14 ફેબ્રુઆરીએ થવાનું હતું પરંતુ ટેકનિકલ કારણોસર તેને મોકૂફ રાખવું પડ્યું હતું.



