ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે અઢળક ખર્ચ કરવામાં આવે છે ત્યારે જુનાગઢ જિલ્લા રમત પ્રતિક્ષણ કેન્દ્ર દ્વારા વર્ષ 2018થી અત્યાર સુધી થયેલ ભ્રષ્ટાચાર કરી રમતવીરોના ભવિષ્ય સાથે કરેલ અન્યાય બાબતે તપાસ કરવા એક દિવસ અગાઉ કલેકટરને આવેદન પત્ર પાવામાં આવ્યું છતાં કોઈ તપાસ કે નિરાકરણ નહિ આવતા આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા કલેકટર કચેરી ખાતે સુત્રોચાર સાથે રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે રમત ગમત ક્ષેત્રમાં ભ્રસ્ટાચાર સાથે ગુંડાગર્દી વધી છે ત્યારે રમત ગમતમાં કોઈ પણે ભ્રસ્ટાચાર સખી નહિ લેવાય ત્યારે એબીવીપીના કાર્યકરો દ્વારા ભ્રસ્ટાચાર વાળા પ્લે કાર્ડ સાથે કાલકેટર કચેરીએ બેસી ગયા હતા અને રામધૂન બોલાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો અને રમતગમતમાં થતા ભ્રસ્ટાચાર મુદ્દે પગલાં લેવા માંગ કરી હતી.
જૂનાગઢમાં રમતગમતમાં થતાં ભ્રસ્ટાચાર મુદ્દે ABVP દ્વારા કલકેટર કચેરીએ વિરોધ પ્રદર્શન
