સફાઇ કામદાર સફાઇ કરતી વેળાએ રોડ ઉપર જ બેભાન થઈ ગયા
પરિવાર સાથે વાત કરતો યુવક અને ભંગારનો ધંધાર્થી ઢળી પડ્યા બાદ મોત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં હાર્ટએટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે સફાઇ કામદાર પ્રૌઢ સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થતાં પરિવારોમાં કલ્પાંત સર્જાયો છે. શહેરના સાધુવાસવાણી રોડ પર શાક માર્કેટ સામે રહેતાં 38 વર્ષીય નીતિન ભગવાનજીભાઈ મકવાણા ગત રાત્રે ઘરે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવતો અને એક બહેનનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે યુવકના મોતથી બે બે દીકરાએ પિતાનું છાત્ર ગુમાવ્યું છે જ્યારે મુળ ઉત્તરપ્રદેશનો અને હાલ લક્ષ્મીનગરમાં રહેતો હનુમાન બુધય ગુપ્તા બપોરે ઘરે સૂતો હતો. જે પછી અચાનક ઉઠી અને બેભાન થઈ ગયો તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવારમાં હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું હતું. મૃતક પાંચ ભાઈ અને એક બહેનમાં ચોથા નંબરનો અને સંતાનમાં બે દીકરા અને એક દિકરી હોવાનું જાણવા મળ્યું છે મૃતક ભંગારનો ધંધો કરી પરીવારનું ગુજરાન ચલાવતો હતો તેમજ આંબેડકારનગરમાં રહેતા અને કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં બટુકભાઈ વાઘજી વાઘેલા ઉ.52 સવારે પોતાની ફરજ પર ફોચ્ર્યુન હોટલ પાછળ સરસ્વતીનગરમાં સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક કામ કરતા કરતા રોડ પર જ ઢળી પડ્યા હતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. બટુકભાઈને સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે. 6 ભાઈ અને 1 બહેનમાં પાંચમા નંબરના હોવાનું જાણવા મળ્યું છે મોભીના મોતથી પરિવારમાં શોક છવાયો છે.