પોતાની ફરજ દરમ્યાન શહીદ થનાર અગ્નિવીરના પિરવારજનોને સામાન્ય સૈનિકોની જેમ પેન્શન અને બીજી સુવિધાઓ મળવી જોઇએ. સંસદીય સમિતિએ આની ભલામણ કરી છે. હાલની પરિસ્થિતિ અનુસાર, ડયૂટી દરમ્યાન બલિદાન આપનાર અગ્નિવીરના પરિવારને હવે સામાન્ય સૈનિકો જેવી સુવિધાઓ નથી નળતી. રક્ષા કેસની સંસદીય સમિતિએ પોતાના તાજા રિપોર્ટમાં કહ્યું કે, પરિવારજનોના દુ:ખને ધ્યાનમાં રાખતાં, સમિતિએ ભલામણા કરી છે કે ડયૂટી દરમ્યાન બલિદાન આપનાર અગ્નિવીરના પરિવારજોને પણ ત્યારે ફાયદો અને સુવિધાઓ મળવી જોઇએ, જે સામાન્ય સૈનિકોના પરિવારજનોને મળે છે.
સંસદીય સમિતિએ ગ્રેચ્યુટીની રકમ 10 લાખ રૂપિયા વધારવાની કરી ભલામણ
સંસદીય સમિતિએ ડયૂટી દરમ્યાન જીવ ગુમાવનાર સૈનિકોને મળનારી ગ્રેચ્યુટીની રકમ દરેક વર્ગમાં 10 લાખ રૂપિયા વધારવાની ભલામણ કરી. રક્ષા મંત્રાલયે સમિતિને જણાવ્યું કે, હવે ડયૂટી દરમ્યાન એક્સિડન્ટ કે આતંકી હિંસા તેમજ અસામાજીક તત્ત્વોને હુમલામાં જીવ ગુમાવનાર સૈનિકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા ગ્રેચ્યુટી રકમ મળી છે. જયારે સીમા પર ઝડપ કે આતંકિઓ સાથેની લડાઇમાં કે ફરી સમુદ્રી લુટેરોની સાથેની લડાઇમાં શહીદ થનાર સૈનિકને 35 લાખ રૂપિયાની ગ્રેચ્યુટી રકમ મળી છે. જ્યારે યુદ્ધ દરમ્યાન દુશ્મનના હુમલામાં બલિદાન આપનાર સૈનિકોને 45 લાખ રૂપિયાની ગ્રેચ્યુટી રકમ આપી છે.
- Advertisement -
સંસદીય સમિતિએ પોતાની ભલામણામાં કહ્યું કે, સરકારને ગ્રેચ્યુટી રકમ દરેક વર્ગમાં 10-10 લાખ રૂપિયા વધારા પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. સાથે જ તેમની ન્યૂનતમ રકમ 35 લાખ રૂપિયા અને વધારેમાં વધારે રકમ 55 લાખ રૂપિયા હોવી જોઇએ.