છોટાહાથીના ચાલક સહિત ત્રણ આરોપી CCTVમાં કેદ
ખુલ્લી ઓરડીમાં તાળું જોતાં પ્લોટ માલિકે ડોકિયું કર્યું તો દારૂ જોવા મળ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચના અન્વયે શાપર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.કે. ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે વેરાવળ (શાપર) એસ.આઇ.ડી.સી. રોડ પર આવેલ ડીવાઇન વુડન કારખાના પાસે આવેલ ઓરડીમાં દરોડો પાડતા રૂ.6,35,460ની કિંમતની દારૂની 1440 બોટલ મળી આવી હતી. જે અંગે તપાસ કરતા માલવાહક છોટા હાથી જેવા દેખાતા વાહનમાં મુદ્દામાલ લાવવામાં આવતો હોય તેમજ આ વાહનના ચાલક ઉપરાંત બીજા બે શખ્સો પણ માલ ઉતારવામાં સાથે હોય તેવા સીસીટીવી ફૂટેજ મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાંથી દારૂ મળ્યું તે ખુલ્લા પ્લોટના માલિક સતિષભાઈ લક્ષ્મણભાઈ કાપડીયા પ્લોટ પર આંટો મારવા ગયા હતા અહીંની ઓરડીમાં ક્યારેય તાળાં મારવામાં આવતા નથી જોકે કાલે એક ઓરડીમાં સતિષભાઈએ તાળું જોતા તેમને નવાઈ લાગી હતી તો આ તાળું કોણ મારી ગયું? તેવો પ્રશ્ન થતા ઓરડીના દરવાજાની તિરાડમાંથી જોતા તેમને દારૂની પેટીઓ જોવા મળેલી. જેથી તેઓએ તુરંત પોલીસને જાણ કરી હતી. શાપર પોલીસે દરોડો પાડી ઓરડીનું તાળું તોડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સીસીટીવી જોતા છોટા હાથી અને તેનો ચાલક સહિત ત્રણ આરોપી જોવા મળેલ હતા. આરોપીઓની ઓળખ કરવા તજવીજ થઈ રહી છે.