CM રૂપાણીએ આગામી 4 વર્ષ માટે ગુજરાત ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી જાહેર કરી
ઈલેક્ટ્રીક વાહનો પર અન્ય રાજ્યો કરતાં રૂપાણી સરકાર બમણી સબસિડી આપશે: વાયુ પ્રદૂષણ અટકે અને લોકોના પૈસા બચે એ પ્રકારની પોલિસી: થ્રી-વ્હિલર માટે 50 હજાર સુધીની સબસિડી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વેહિકલ પોલિસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રિક વેહિકલ પોલિસીમાં મળનારી સબસિડીની માહિતી આપી હતી, જેમાં 2-વ્હીલર માટે 20 હજાર અને 4-વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ નીતિ-પોલિસી દ્વારા ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇ-વ્હીકલના ડ્રાઇવીંગ, વેચાણ, ધિરાણ, સર્વિસીંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે. રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ ઇ-વ્હીકલ પોલિસી ઘડવામાં આવી છે. રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસીમાં મુખ્યત્વે ચાર બાબતો પર વિશેષ ઝોક આપવામાં આવેલો છે.
- Advertisement -