ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા ભવદિપ જયવંતભાઇ ડોડીયા, માઇન્સ સુપરવાઇઝર યોગેશ ગઢીયા અને સિકયુરીટી ગાર્ડ સુમારશા કાસમશા સર્વદીએ મેંદરડા નજીક રેતી ભરેલો ટ્રક રોકયો હતો ત્યારે પાટરામાના અજીત ધાધલે ધોકો લઇ આવી ટ્રક કેમ રોકાવ્યો તેમ કહી પાઇપતથા ધોકા વડે માર માર્યો હતો.
બાદમાં અજાણ્યા ટ્રક ચાલકે ખાણ ખનીજ વિભાગના સ્ટાફ પર ટ્રક ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ફરજમાં રૂકાવટ, હત્યાના પ્રયાસ સહિતની કલમ મુજબ ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ફરાર પાટરામાના અજીત ધાધલને મેંદરડા પોલીસે પકડી ટ્રક દ્વારા ખાણ ખનીજ વિભાગના સ્ટાફની હત્યાનો પ્રયાસ કરનાર અજાણ્યો શખ્સ કોણ હતો? તે અંગે પુછપરછ હાથ ધરી છે.
મેંદરડા પાસે ખાણ ખનીજ કર્મી પર ખુની હુમલો કરનારની ધરપકડ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/મેંદરડા-પાસે-ખાણ-ખનીજ-કર્મી-પર-ખૂની-હુમલો-કરનાર-ઝડપાયો-860x860.jpg)