વિસ્ફોટોને લઈને 6.50 લાખ સુરક્ષા કર્મીઓ તૈનાત: હિંસક ઘટનાઓને લઈને મતદાન ઓછુ થવાની આશંકા
પાક.ના 12.85 કરોડથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નકકી કરશે: શરીફ, ઈમરાનની પાર્ટી વચ્ચે ટકકર
- Advertisement -
પાકિસ્તાનમાં આજે સામાન્ય ચુંટણીને લઈને આજે સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે. ચુંટણીને લઈને પાકિસ્તાનમાં મતદાન અને હિંસાને ધ્યાનમાં રાખીને 6.50 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે તો મતદાન વચ્ચે પાકિસ્તાનમાં મોબાઈલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનમાં ચુંટણી પ્રક્રિયા પર 100 વિદેશી નિરીક્ષકો નજર રાખી રહ્યા છે. 90600થી વધુ પોલીંગ સ્ટેશનો પર મતદાન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનની સામાન્ય ચુંટણીમાં પુર્વ સીએમ નવાઝ શરીફની પાર્ટી અને પુર્વ પીએમ ઈમરાનખાનની પાર્ટી વચ્ચે મુખ્ય ટકકર છે.
જેમાં શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાજ (પીએમએલ-એમ) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરવાની આશા છે. ઈમરાનખાન હાલ જેલમાં હોવાથી ચુંટણી ચિહન પર વિવાદ વચ્ચે શરીફ પુરી રીતે ફાયદામાં છે. પીપીપીના બિલાવલ ભુટ્ટોની પંજાબમાં વધુ દખલ નથી, જો શરીફ જીતે તો તે ચોથી વખત પીએમ બનશે.
- Advertisement -
સુરક્ષાની જવાબદારી 6.50 લાખ જવાનો પર: બલુચીસ્તાનના પંજગુરુના પોલીસ અધિકારી અબ્દુલા જહરીએ કહ્યું હતું કે આતંકીઓ ઉમેદવારોને એટલા માટે નિશાન બનાવી રહ્યા છે જેથી લોકો મતદાન કરવા ન પહોંચે. જેને લઈને દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે.
#WATCH | Voters arrive at a polling booth in Islamabad, as parliamentary general elections get underway in Pakistan.
(Source: Reuters) pic.twitter.com/twAWVomysU
— ANI (@ANI) February 8, 2024
હિંસક ઘટનાઓને લઈને મતદાન ઓછું થવાની શંકા: પાકિસ્તાનમાં તમામ સશસ્ત્ર સમૂહ સક્રિય છે, જે ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વાહ અને બલુચિસ્તાન જેવા પ્રદેશોમાં હિંસક ઘટનાઓના ડરથી મતદાન ઓછું થવાની આશંકા છે.
ચુંટણીની જાણકારી માટે પોર્ટલ લોન્ચ: વચગાળાની સરકારના માહિતી મંત્રીએ જણાવ્યું હતું કે ચૂંટણીની જાણકારી માટે એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.
જેથી દરેક જગ્યાએથી ચુંટણીની જાણકારી મળી રહેશે. 12 કરોડથી વધુ મતદાતા ઉમેદવારોનું ભાવિ નકકી કરશે: પાકિસ્તાનના બધા મતદાન કેન્દ્રમાં મતદાન શરૂ થઈ ગયું છે. રિપોર્ટ મુજબ 12 કરોડથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નકકી કરશે.
પાકિસ્તાન ચુંટણી પંચના આંકડા અનુસાર પાકિસ્તાનની સંસદના નીચલા સદન નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતીય વિધાનસભાની 336 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. આ ચુંટણી એવા સમયે થઈ રહી છે, જયારે દેશ રાજનીતિક અને આર્થિક અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે.
પુરા પાકિસ્તાનમાં મોબાઈલ સેવા અસ્થાયી બંધ: સુરક્ષાના ઉપાયોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં મોબાઈલ સેવા અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવી છે. સામાન્ય ચુંટણી પહેલા દેશમાં હાલમાં થયેલી આતંકી ઘટનાઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. પાકિસ્તાનની આ ચુંટણીમાં ઈમરાન, શરીફ અને બિલાવલની પાર્ટી વચ્ચે મુખ્ય ટકકર છે. જેમાં શરીફનું પલ્લુ ભારે દેખાય છે. બિલાવલ કિંગ નહીં તો કિંગ મેકર બનવાની શકયતા છે.