લોકસભા ચુંટણી પહેલા ગુજરાતમાં આગામી દિવસોએ રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈ આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. મહત્વનું છે કે, 27 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે 15 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હશે. આ સાથે 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પરત ખેંચી શકશે.
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને લઈ હવે કવાયત શરૂ થઈ ગઈ છે. જોકે એક ચર્ચા એવી પણ છે કે, ભાજપ કોઈ એક મહિલા ઉમેદવારને રાજ્યસભામાં મોકલી શકે છે. આ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે. આજે રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. મહત્વનું છે કે, 15 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ તો 16 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 20 ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે.
- Advertisement -