ઝારખંડના મુખ્યમંત્રી ચેપઇ સોરેને આજે રોજ વિધાનભામાં બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. વિધાનસભાના વિશેષ સત્રમાં ચેપઇ સોરેનની તરફથી વિશ્વાસ મતનો પ્રસ્તાવ સદનમાં રજુ કરવામાં આવ્યો હતો. 82 સભ્યોવાળી વિધાનસભામાં ગાંડેય વિધાનસભા સીટ જેએમએમ વિધાયક સરફરાજ અહમદના રાજીનામાના કારણે ખાલી છે. જયારે જેએમએમ રામદાસ સોરેન અને બીજેપીના ઇન્દ્રજીત મહતો વિધાનસભા પહોંચ્યા નહોતા. ઘટશિલાના જેએમએમ વિધાયક રામદાસ સોરેન કિડનીની સમસ્યાના કારણ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બીજેપી વિધાયક ઇન્દ્રજીત મહતો લાંબા સમયથી હૈદરાબાદના એક હોસ્પિટલમાં દાખલ છે. વિશ્વાસ મત પ્રસ્તાવનિા પક્ષમાં 47 વોટ પ્રાપ્ત થયા, જ્યારે વિરોધમાં 29 મત મળ્યા છે.
CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him
- Advertisement -
29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak
— ANI (@ANI) February 5, 2024
- Advertisement -
વિધાસભામાં વિશ્વાસ મત રજુ કરતાં કહ્યું કે, મુખ્યમંત્રી ચંપઇ સોરેને કહ્યું કે, કેન્દ્રિય તપાસ એજન્સીઓનો દુરપયોગ કરીને હેમંત સોરેનને ફસાવવાનું કામ કર્યું છે. ઇડીએ હેમંત સોરેનને આ કેસમાં ધરપકડ કરી છે, જેનો કોઇ હિસાબ નથી. જયારે બીજેપી વિધાયક ભાનૂ પ્રતાપ શાહીના ઇડીએ 7 કરોડ રૂપિયાની સંપત્તિ કબ્જે કરી છે, પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી નથી થઇ રહી છે.
મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ- હેમંત સોરેન
હેમંત સોરેને ઇડીના બધા આરોપોને નકારી કાઢતા કહ્યું કે, તેમના નામની 8.5 એકર જમીનના દસ્તાવેજને સામે રાખી દેવામાં આવે, તો તેઓ રાજનીતિમાંથી સન્યાસ લઇ લેશે. એટલું જ નહીં ઝારખંડને છોડીને ચાલ્યા જશે. તેમણે બીજેપી પર ગંભીર આરોપો લગાવ્યા. દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં આ એક કાળો અધ્યાય બની ગયો. 31 જાન્યુઆરીની રાતે દેશમાં પહેલીવાર કોઇ સીએમ કે પૂર્વ સીએમ કે કોઇ વ્યક્તિની ધરપકડ રાજભવનમાં થઇ. તેમની ધરપકડમાં રાજભવનમાં પણ સામેલ છે.