તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને રાજનીતિ કરવાની વાત આપણાં દેશમાં નવી નથી. છેલ્લા બે દાયકાથી આ બાબતે રાજનૈતિક પાર્ટીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો લગાવતી રહે છે. એમાંય ખાસ એ કે સત્તાધારી પક્ષ કે જે એકવખત વિરોધપક્ષના રોલમાં, સરકાર દ્વારા તપાસ એજન્સીઓનો દુરોપયોગ થઈ રહ્યો હોવાના વાજા વગાડતો હતો હવે એ જ પક્ષ, તપાસ એજન્સીઓ સ્વતંત્ર રીતે કામ કરતી હોવાનું દેખીતી રીતે કહે છે પણ હકીકત શું છે એ બધાં જાણે છે.
નજીકના ભૂતકાળમાં જોઈએ તો, 2014 પહેલા વિપક્ષો આરોપ લગાવતા હતા કે સરકાર સીબીઆઈની મદદથી તેમને હેરાન કરી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈ માટે કહ્યું હતું કે તે પાંજરામાં બંધ પોપટની જેમ સરકારના ઈશારે કામ કરે છે.
અલબત્ત, 2014 પછી ચિત્ર આ જ છે માત્ર; દૂરોપયોગ કરનારા અને હેરાન થનારાની જગ્યાઓ બદલાઈ ગઈ છે. કોંગ્રેસને હરાવીને ભાજપ સત્તામાં આવી અને સ્વાભાવિકપણે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેની લડાઈ ચાલુ છે. પરંતુ હવે સીબીઆઈ કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીની વધુ ચર્ચા થઈ રહી છે. હાલના દિવસોમાં ઊઉની તપાસ, નેતાઓની ધરપકડ અને તેના પર રાજકારણ ચાલી રહ્યું છે. જે નેતા સત્તાધારી પક્ષને આડો આવતો હોય અથવા જે નેતા પક્ષપલટો કરીને સત્તાધારી પક્ષ સાથે જોડાવવા ઉત્સાહ ન બતાવે એ તમામને ઊઉની ગોળીથી ઘાયલ કરવામાં આવે છે. અલબત્ત, આ ત્યારે જ શક્ય બને કે નેતાઓના કામકાજમાં કંઈક કાળું ચિતરાયું હોય અને, નેતાઓની કરમકુંડળીના દરેક સ્થાન પર કૌભાંડો અડ્ડો જમાવીને બેઠા જ હોય એટલે એમને ફસાવવા સરળ બની જાય. જો કે જે નેતા સત્તાધારી પક્ષનો હાથ પકડી લે તેના પર તપાસનો સકંજો ઢીલો થઈ જાય અને એ નેતા રાતોરાત શુદ્ધ થઈ જાય છે એ એક જાદુ છે અને બીજું જાદુ એ પણ છે કે સત્તાધારી પક્ષનો અથવા તો સત્તાધારી પક્ષને ફેવર કરતો નેતાને ક્યારેય ઊઉ ના તેડા આવતા જ નથી કારણ કે તેણે શુદ્ધાતિશુદ્ધ પદ પ્રાપ્ત કરેલો હોય છે!
ઊઉની કાર્યવાહી ઘણા સમયથી ચર્ચામાં છે. સરકારની દલીલ એવી છે કે તપાસ એજન્સી ભ્રષ્ટચારી કૌભાંડીયા લોકો સામે સ્વતંત્ર કાર્યવાહી કરે છે. પરંતુ વિપક્ષનું કહેવું છે કે ઊઉની કાર્યવાહી માત્ર વિપક્ષી છાવણીના નેતાઓ સામે જ કરવામાં આવે છે. અને હવે તો આખેઆખી રાજ્ય સરકાર ઊઉની તપાસમાં જઈ રહી છે!
ઊઉ આર્થિક અપરાધો, મની લોન્ડીગના મામલાઓની તપાસ કરતી સંસ્થા છે. ઊઉની અમર્યાદિત સત્તાનો ઇતિહાસ એવો છે કે, 2005, 2009, 2012માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે પીએમએલએમાં સુધારા કરવામાં આવ્યા હતા. તે સમયે કોંગ્રેસની સરકાર હતી. ત્યારબાદ મોદી સરકારમાં 2019માં પીએમએલએમાં અધિક ફેરફારો કરવામાં આવ્યા. આ અંતર્ગત ઊઉને આરોપીઓના નિવાસસ્થાને દરોડા પાડવા, સર્ચ કરવા અને ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી હતી. અગાઉ, ઊઉ માત્ર ત્યારે જ તપાસ કરતી હતી જ્યારે અન્ય એજન્સીની ચાર્જશીટમાં ઙખકઅ વિભાગોનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે ઊઉ પોતે ઋઈંછ નોંધી શકે છે અને ધરપકડ કરી શકે છે.
કેજરીવાલ, સોરેન, લાલુ યાદવ ફેમિલી, ED-CBIના ચક્કર કાપવા મજબુર છે
- Advertisement -
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ભત્રીજા અને TMCના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જી પણ EDના રડારમાં
કેજરીવાલ, સોરેન અને લાલુ યાદવ ફેમિલી, ઊઉ-ઈઇઈંના ચક્કર કાપવા મજબુર છે તો આ બાજુ અજિત પવારને બધાજ આરોપોમાંથી અનૌપચારિક મુક્તિ મળી ગઈ છે! જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમ રોજ ઊઉનો સકંજો અમુક નેતાઓ પર વધુ મજબૂત થઈ રહ્યો છે. તાજેતરમાં, ઊઉએ મની લોન્ડરિંગ સંબંધિત કેટલાક કેસમાં વિપક્ષી નેતાઓ પર કાર્યવાહી કરી. જેમાં ઝારખંડના ભૂતપૂર્વ સીએમ હેમંત સોરેન, બિહારના ભૂતપૂર્વ સીએમ અને ભૂતપૂર્વ રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, શરદ પવારના પૌત્ર રોહિત પવાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, છત્તીસગઢના પૂર્વ સીએમ બધેલ, હરિયાણા ભૂતપૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા આના ઉદાહરણ છે. આ તમામ નેતાઓ વિપક્ષની છાવણીમાં છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં ઊઉએ રાહુલ ગાંધીની પૂછપરછ કરી છે. આ મામલામાં ઊઉએ 2022માં સોનિયા ગાંધીની પૂછપરછ કરી છે. કેરળના સીએમ પી વિજયન સામે પણ મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી મની લોન્ડરિંગ કેસમાં ઊઉ દ્વારા તપાસ હેઠળ છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ભંડોળના દુરુપયોગના મામલામાં ઊઉ તપાસનો સામનો કરી રહ્યા છે. ઊઉએ તેમને જાન્યુઆરીમાં હાજર થવા માટે નોટિસ આપી હતી. જોકે, તે ઊઉ સમક્ષ હાજર થયા નથી. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા પણ ઊઉના રડાર પર છે. 14 દિવસમાં બે વખત તેની પૂછપરછ કરવામાં આવી જે માનેસર જમીન સોદા સાથે સંબંધિત છે. છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ ઊઉના રડાર પર છે. ઊઉએ મહાદેવ બેટિંગ એપમાં ચાર્જશીટ દાખલ કરી છે જેમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું નામ સામેલ છે. બઘેલ પર મહાદેવ એપના પ્રમોટર પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. અલબત્ત, ભૂપેશ બઘેલે આરોપોને રાજનીતિ પ્રેરિત ગણાવ્યા હતા.
ઊઉની તપાસ પર પશ્ચિમ બંગાળમાં ભારે રાજકારણ ચાલી રહ્યું છે. 5 જાન્યુઆરીએ જે બન્યું તે આશ્ચર્યજનક હતું. ઊઉની ટીમ રાશન કૌભાંડની તપાસ માટે ઝખઈ નેતા શેખ શાહજહાંના ઘરે પહોંચી હતી. અચાનક ટોળાએ ઊઉની ટીમ પર જ હુમલો કર્યો. આ હુમલામાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. તપાસ એજન્સી પર આવો ઘાતક હુમલો પહેલીવાર થયો હતો. આ રાશન કૌભાંડમાં મમતા સરકારના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ઝખઈના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જી પણ ઊઉના રડાર પર છે. બંગાળ શાળા રોજગાર કૌભાંડમાં ઊઉએ 9 નવેમ્બરે તેમની પૂછપરછ કરી હતી.
એનસીપીના શરદ પવારના પૌત્ર રોહિત પવાર પર પણ ઊઉએ પોતાની પકડ વધુ કડક કરી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક કૌભાંડ મામલે ઊઉએ પૂછપરછ કરી છે. તેની બે વખત પૂછપરછ કરવામાં આવી છે. તો ખીચડી કૌભાંડમાં, ઊઉએ શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતના ભાઈની પૂછપરછ કરી છે.
દિલ્હીમાં પડદા પાછળ તો અઅઙ અને ઇઉંઙનો મુકાબલો છે. પણ મુદ્દો હજુ દિલ્હી લિકર પોલિસીનો છે. આ કેસમાં અઅઙના નંબર 2 નેતા મનીષ સિસોદિયા તિહાર જેલમાં છે. સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મની લોન્ડરિંગના અન્ય એક કેસમાં દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ હાલમાં તેને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી ગયા છે. હવે ઈડીએ અરવિંદ કેજરીવાલ પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે.
દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ઊઉએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાંચમી વખત સમન્સ મોકલ્યું છે. તેને 2 ફેબ્રુઆરીએ હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થયા. પણ કેજરીવાલ ભાજપના વિરોધ પ્રદર્શનમાં જોડાયા. ઊઉએ અગાઉ કેજરીવાલને 2 નવેમ્બર, 21 ડિસેમ્બર, 3 અને 17 જાન્યુઆરીએ સમન્સ મોકલ્યા હતા. સીએમ અરવિંદ કેજરીવાલ તેને બદલો લેવાનું કૃત્ય ગણાવી રહ્યા છે.
તાજેતરમાં મુખ્યમંત્રી એના એ જ પણ બિહારમાં સરકાર જ બદલાઈ ગઈ! 28 જાન્યુઆરીએ નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને ગઉઅમાં ફરી જોડાયા હતા. પોતાનું વલણ બદલવા પાછળ નીતિશ કુમારનો તર્ક એ હતો કે મહાગઠબંધનમાં રહીને તેમને કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેથી તેઓ જ્યાં હતા ત્યાં પાછા ફર્યા. વાસ્તવમાં, બિહારના મહાગઠબંધનની મુખ્ય પાર્ટી આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના કેટલાક સભ્યોની લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.
ઝારખંડ મુક્તિ મોરચા (ઉંખખ)ના વડા અને પૂર્વ સીએમ હેમંત સોરેન જમીન કૌભાંડમાં ઊઉએ લાંબી પૂછપરછ બાદ બુધવારે તેની ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા હેમંત સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
વિપક્ષો આરોપ લગાવી રહ્યા છે કે માત્ર વિપક્ષોને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. જે પણ ભાજપ સાથે હાથ મિલાવે છે તેની સામે તપાસ અટકાવી દેવામાં આવે છે. વિપક્ષનું કહેવું છે કે ભાજપના વોશિંગ મશીનમાં જે જાય છે તે ધોવાઈ જાય છે અને પછી કેસની તપાસ થતી નથી. અહીં કેટલાક નેતાઓના નામ કે જેઓ પહેલા સરકાર વિરોધમાં હતા અને તેમની પર તપાસ ચાલી રહી હતી, પરંતુ જેમ જેમ તેઓએ પક્ષ બદલ્યો, તપાસ અટકી ગઈ. હેમંત બિસ્વા સરમા, સુભેન્દુ અધિકારી, અજિત પવાર, મુકુલ રોય તેના ઉદાહરણ છે.