ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસઓજી પોલીસ પીઆઇ અરવિંદ ગોહિલ અને માણાવદર સીપીઆઇ તરલ ભટ્ટ અને એએસઆઈ દિપક જાની દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીજ કરવા બાબતે તોડકાંડ બહાર આવ્યા બાદ ત્રણ સામે બી.ડિવિઝન માં ફરિયાદ દાખલ થયા બાદ એટીએસને તપાસ સોંપાઈ હતી. સમગ્ર તોડકાંડ મામલો રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યા બાદ એટીએસ એ તરલ ભટ્ટને અમદાવાદથી ઝડપી લેવાંમાં આવેલ ત્યારે બાદ આજે જૂનાગઢ કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવેલ ત્યારે રિમાન્ડ દરમિયાન વધુ ખુલાશા થવાની શક્યતા સેવાઈ રહી છે.અને તરલ ભટ્ટ દ્વારા આગોતરા જમીન પણ માંગવામાં આવ્યા હતા તેની સુનાવણી ટળી હતી તે પહેલાજ એટીએસના હાથે તરલ ભટ્ટ ઝડપાય જતા તોડકાંડ મુદ્દે હવે વધુ તપાસ આગળ વધશે તેમ જાણવા મળી રહ્યું છે.