વેરાવળ સહિત આસપાસ વિસ્તારોમાં દીપડાનો ભય
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના ઉકડીયા ગામે ઊમેશભાઈ પીઠીયા ઉ.4 વર્ષના બાળક અક્ષ પોતાના ફળિયામાં એકલો રમી રહ્યો હતો ત્યારે અચાનક એક ખૂંખાર દીપડો આવી અને અક્ષને પોતાના મોમાં ઉઠાવી અને નાસી છૂટ્યો હતો. બનાવની જાણ પરિવારને અને આસપાસના લોકોને થતા તેઓએ તુરંત દીપડાનો પીછો કર્યો હતો. પરંતુ આ ખૂંખાર દીપડો અક્ષને લઈને દૂર નીકળી ગયો હતો. એક કલાકની ગ્રામજનોની મહેનત બાદ દૂરથી અક્ષ અને દીપડો બંને દેખાતા લોકોએ દેકારો મચાવ્યો હતો.
લોકોના દેકારા અને પડકારાના કારણે દીપડો અક્ષને છોડીને નાસી છૂટ્યો હતો. ગ્રામજનોએ અક્ષને ગંભીર હાલતમાં તાકીદે વેરાવળ સારવાર માટે રવાના કરેલ હતો પરંતુ અક્ષ વેરાવળ હોસ્પિટલ એ સારવાર માટે પહોંચે એ પહેલા જ રસ્તામાં અક્ષનું મૃત્યુ નીપજ્યું હતું વેરાવળ હોસ્પિટલના તબીબે અક્ષને મૃત જાહેર કર્યો હતો અને તેમનું પીએમ કર્યું હતું. આ બનાવ સ્થળે હોસ્પિટલે ઉકડિયા ગામના ગ્રામજનો મોટી માત્રામાં એકઠા થયા હતા અને વન વિભાગ પાસે આ માનવ વક્ષી દીપડાને ઝડપી લેવા ગ્રામજનો માંગ કરી હતી