જિલ્લા વિસ્તારમાં 6.14 કરોડના 278 અને પાલિકાના 92 લાખના 14 કામોને મંજૂરી
મંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા, વિકાસના કામો મંજુર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જુનાગઢ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિડીયો માધ્યમથી બેઠક યોજીને આયોજન હેઠળના રૂ. 7 કરોડના 292 કામોને મંજૂરી આપી હતી.
જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી મીટીંગમાં જિલ્લા આયોજન અધિકારી આર.એમ ગંભીરે યોજનાકિય કામગીરીની અને નવા કામો આવેલી દરખાસ્તની વિગતો આપી હતી. મંત્રીએ વર્ચ્યુઅલી મિટિંગમાં જિલ્લા વિસ્તારમાં રૂ. 6.14 કરોડના 278 અને નગરપાલિકા વિસ્તારના 92 લાખના 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી.આ બેઠકમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, એન. એફ.ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ, પદાધિકારીઓ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



