19 કિલોના ‘બાટલા’ના ભાવમાં રૂા.14નો વધારો
ખાસ-ખબર સંવાદદાતા
આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટ પુર્વે જ ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ આંચકો આપતા વ્યાપારી ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.14નો વધારો કરી દીધા છે. 19 કિલોના આ સીલીન્ડર આજથી જ દેશભરમાં લાગુ થઈ ગયા છે.
ઓઈલ કંપનીઓના નોટીફીકેશન મુજબ વ્યાપારી ઉપયોગના 19 કિલોના સિલીન્ડરના ભાવ રૂા.1755.50માંથી વધારીને રૂા.1769.50 કરવામાં આવ્યા છે અને દેશના અલગ અલગ ભાગોમાં તે ટ્રાન્સપોર્શન ખર્ચ મુજબ અલગ અલગ રહેશે.
જો કે કોમર્શિયલ ગેસના ભાવમાં સતત ફેરફાર થતા રહે છે પણ ડોમેસ્ટીક ઉપયોગ જે 14.5 કિલોનું સીલીન્ડર છે તેના ભાવ લાંબા સમયથી સ્થિર રખાયા છે તથા તેમાં સરકારે ઉજજવલા સિવાયની યોજનાઓમાં સબસીડી પણ બંધ કરી દીધી છે. જો કે લાંબા સમયથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાની માંગ થઈ રહી છે અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓ હવે બન્ને ઈંધણ પર જબરો નફો કરી રહી છે પણ સરકારે તેમાં પણ પ્રકારે બદલાવ કર્યો નથી.