વેરો ન ભરનારની 20 મિલકતો સીલ, 10 મિલકતોને ટાંચ-જપ્તીની નોટિસ અને રૂા. 75 લાખની રિકવરી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના કુલ 11 વોર્ડમાંથી 20 મિલકતો સીલ, 10 મિલકતોને ટાંચ જપ્તી નોટીસ, 5 નળ કનેકશન કપાત અને રૂા. 75.04 લાખની રિકવરી કરવામાં આવી હતી.
શહેરના વોર્ડ 5માં ભક્તિનગર રોડ પર આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 50,000, પેડક રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા.75,000, વોર્ડ નં. 7માં બંગડી બજારમાં આવેલા 2 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.60 લાખ, દિવાનપરામાં આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.02 લાખ, રજપૂતપરામાં 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.11 લાખ, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા 1 યુનિટ સીલ, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.74 લાખ, વોર્ડ નં. 8માં અમીન માર્ગ પર આવેલા 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 5.66 લાખ, અમીન માર્ગ પર આવેલા 1 યુનિટના બાકી માંગણી સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા.5.92 લાખ, નાના મોવા રોડ પર આવેલા 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.09 લાખ, ઘીકાંટા રોડ આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.30 લાખ, વોર્ડ નં. 10માં કાલાવાડ રોડ પર આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 30.56 લાખ, વોર્ડ નં. 11માં કાલાવાડ રોડ પર આવેલા 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 57,450, વોર્ડ નં. 12માં સુખસાગર સોસાયટીમાં આવેલા 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 54,700, વાવડી વિસ્તારમાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.00 લાખ, મવડી રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 71,920, 150 ફૂટ રીંગ રોડ પર આવેલા 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 72,700, વાવડી વિસ્તારમાં 4 નળ કનેકશન કપાત કરતાં રિકવરી રૂા. 8.26 લાખ, મવડી રોડ પર આવેલા 1 યુનિયના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 53,700. આ સાથે વોર્ડ નં. 13, 14, 16, 17 અને 18માંથી અનેક મિલકતો સીલ, મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ અને પાંચ નળ કનેકશન કપાત તથા રૂા. 75.04 લાખની રિકવરી કરવામાં આવી અને કુલ રૂા. 3,69,154 મિલકત ધારકોએ 312.52 કરોડ વેરો ભર્યો છે. આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડ્યા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઈન્સ્પેકટરો દ્વારા આસિ. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.